Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 324
________________ २५६ गुजरातना ऐतिहासिक लेख ખંડણી ઉઘરાવત, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શુભતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રત્નનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણું કંકણુ, રો, અન્ય ભૂષણથી વિરાજતો અને સતત દાનમાં રેડાતા પાણીથી ભીંજાએલો જેને કર ઉજવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતા, ઉછળતા સાગરને રોકતા હોય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમ માહેશ્વર હતા–શ્રી દેરભટ્ટને પુત્ર, જે પિતાના પિતાને ભક્તિથી સતત નમન કરે . . .. (?) જેનું શિર તેના પિતાના ચરણના રન સમાન નખની રમિરૂપી ગંગાનાં અતિશ્વેત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણ બતાવતા, જે અતિ શ્વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઈન્દુની મહાન કળાની ચેષ્ટા કરતે, જે મેઘથી શ્યામ થએલા શિખર રૂપી સ્તનાગ્રવાળા સહ્યાદ્રિ અને વિંધ્યાચળના પાધરવાળી પૃથ્વીને પતિ હતશીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતે--સર્વથી બળવાન ચકવત્તિ શ્રીધરસેનના પિતામહને ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પિતાના પિતાના - ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણથી થએલું ઈન્દુકળા સમાન ચિહ્ન હતું, જેના રમ્ય કર્ણ ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) બાળપણથી વેદના મંત્રના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાને કરવામાં સંકલ્પના જળથી ઘવાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલ્લભ સમાન અતિ મૃદુ કર ગ્રહી પૃવીને વલભ હતા, જે ૨ ધનુર્વેદ જેમ સર્વ લય નિશાન દષ્ટિમાં રાખતે, જેની આજ્ઞા ચૂડારને માફક નૃપાથી તેમના શિરપર ધારણ થતી, અને જે પરમમાહેશ્વર હત -શ્રી ધ્રુવસેનને પુત્ર, તેના વડીલ બધુને પાદાનુધ્યાત, જે પિતાના પૂર્વજો કરતાં સદાચારમાં અધિક હતો, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ ગમન કરતા પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતે, જેનું મન પૂણે ગુણેના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફક સ્વીકારતી, જેણે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલંકરહિત સર્વ તેજસ્વી ઇન્દુ સમાન અને સર્વ શાન્તિને હેતુ હતું, જે મહાન તેજથી દિશાઓના અન્ત સુધી સકળ તિમિર હણનાર પોતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશતા સૂર્ય સમાન હતો, જેનામાં પ્રજાને વિશ્વાસ હતું, જે સદા શાસ્ત્ર અનુસાર પિતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતે, જે સંધિ અને સમાસમાં નિપુણ હતું, જે યોગ્ય આદેશ યોગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થએલાના આદેશથી અતિ શુદ્ધ થયે હતું, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતું, જે મહાન પ્રતાપવાળ હતા છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળે હતો, જે શાસ્ત્રમાં નિપુણ અને કૃતિના જ્ઞાનવાળે હતો છતાં મદ રહિત હતું, જે આકર્ષક હતો છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતું છતાં દુષ્ટોને હાંકી મૂકો, જેણે ઉદય( રાજ્યાભિષેક)સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી બાલાદિત્ય( બાલસૂર્ય )ને વિખ્યાત અને અર્થસૂચક બીજા નામથી જે કહેવાતે, અને જે પરમ માહેશ્વર હતે- શ્રી ધરસેનને અનુજ, જે તેના પિતાને પાદાનુધ્યાત હતું, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોને પરમ સંતોષ હતો, જે બળ, ઉદારતા અને દાનથી અવ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મારથ ભાગી નાંખતે, જે જગને અન્ડર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતો છતાં અતિ આનન્દકારી સ્વભાવવાળો હતો, જે અકૃત્રિમ પ્રમ અને વિનયથી ભૂષિત હતું, જેણે અનેક યુદ્ધમાં વિજયદેવજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કર્યો હતો, શસ્ત્રકળાને મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યો હતો એવા સર્વ નૃપોથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમાહેશ્વર હતે---શ્રી પરગ્રહને પુત્ર, જે તેના બધુને પાદાનુધ્યાત હતો, જે વડીલ બધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિલષિત રાજ્યશ્રીની ધુરી પિતાના બધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષભ પેઠે ધારતે, જે અન્ય ઉપેન્દ્ર સમાન હતું અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતું, જેની શાતિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અતિ હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396