Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 356
________________ નં. ૯૬ શીલાદિત્ય ૭ માનાં અલીણાનાં તામ્રપત્રો.' ગુ. સં. ૪૪૭ (૭૬૬-૬૭ ઈ. સ.) જયેષ્ઠ સુદ ૫ ખેડા અને ભરૂચના એસીસ્ટન્ટ ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હરિવલ્લભે આ લેખ શોધી કાઢેલ છે. અને ડૉ. બુહરે પિતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ. વ. ૭ ના પા. ૭૯ મે પ્રસિદ્ધ કર્યો હતે. મુંબઈ ઈલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકાના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મૈલ ઉપર આવેલા અલીના અગર અલીણું નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્રો પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રો અલીણુમાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રોયલ એશિયાટિક સાયટીના તાબામાં ડૉ. બુલ્હરે ભેટ તરીકે આપવાથી પડયાં છે. આ એક બાજુએ લખેલાં બે પતરાંઓ છે. પહેલું લગભગ ૧-૨૫“1-2” માપનું છે. બીજું જરા વાંકુંચૂંકું અને લગભગ ૧-૩”x૧-૦”નું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જરા કતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરો એટલા ખરાબ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાંઓ ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલે ભાગ બીજા પતરાના જમણા ખૂણા ઉપરનો છે. પતરાંએ જાડાં અને મજબૂત છે. અને અક્ષરો ઉંડા કતરેલા છે, તે પણ પાછળની બાજુએ દેખાતા નથી. જે ભાગે ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કોતરકામ સારું કરેલું છે. પણ અક્ષરોની અંદરની બાજુ પરથી કોતરનારનાં ઓજારેની નીશાનીઓ હમેશ મુજબ દેખાઈ આવે છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપર બે કડીનાં કાણાં છે. પણ અદ્રાવાળી અને બીજી એ બન્ને કડીઓ મળી આવતી નથી. બન્ને પતરાંઓનું વજન ૧૭ પૌંડ ૩૩” ઔસ છે. અક્ષરનું માપ ” અને ” વચ્ચે છે. શીલાદિત્ય ૭ માને આ લેખ છે. તેને ઈલ્કાબ વલભીના રાજવંશને “ધૂભટર” એટલે, પ્રવભટ પણ હતો. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત ૪૪૭( ઈ. સ. ૭૬૬-૬૭ )ના ચેષ્ઠ (મે-જુન) શુદ્ધ ૫ ને લેખ છે. તે કઈ પણું પંથને નથી. તેને હેતુ ફક્ત શીલાદિત્ય ૭ માએ પિતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલબલી અથવા મહિલાબલી નામનું ગામડું જે ખેટક આહારમાં ઉપલહેટ પથકમાં આવેલું છે તેના દાનને નેંધ કરવાનું છે. આમાં લખેલાં સ્થળોમાં ખેટક તે હાલનું ખેડા" છે. ઉપૂલહેટ તે ખેડાથી પૂર્વમાં ૩૫ મેલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકોણમાં લગભગ ૨૧ મૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ લેવું જોઈએ. ૧ ક. ઈ. ઈ. વ. ૩ પા. ૧૭૧-૧૭૩ ડે, ફલીટ. ૨ ઈ. એ. વ. ૭ પા. ૮૦ મે ડે. બુલરે બતાવ્યું છે તે પ્રમાણે આખું અને ખરૂં નામ ધ્રુવભટ છે. ધ્રુવને બદલે ધ્રુ ટુંકે રૂ૫ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસુલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જેનો અર્થ હજુ નિશ્ચિત થયો નથી. પથિનને, પથની સાથે તેને સંબંધ સંભવે છે. આ પણ સ્થળવાચક શબ્દ છે, જેનો અર્થ મુકરર થયો નથી. છે. એ. વ. ૭ પા. ૭૨ મે ધસેન બીજાનું અલીણાનું તામ્રપત્ર છે તેની લીટી ૨૫ મે ટાણારવિષયે લખેલ છે તે ઉપરથી સમજાય છે કે “આહાર” અને “વિષય” અર્થ એક જ હોવો જોઈએ. તે જ અર્થને બીજો શબ્દ આહરણી ઈ. એ. વિ. ૬ પા.૧૨ મે ધરસેન બીજાનાં વલભીને તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવપ્ર આહરણી અને આહાર એ બને પ્રાગે જોવામાં આવે છે. ૫ અક્ષાંશ રર° ૪૪, ઉ, અને રેખાંશ ૭રં° ૪૪, ૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396