Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 386
________________ નં૦ ૧૦૩ શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રેા. ચે. સં. ૪ર૧ માઘ. સુ. ૧૩ ઈ. સ. ૬૭૧ વડોદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. જ. એ. બ્રે. રા. એ. સા. ના વા. ૧૬ પાને લેડા. ભગવાનલાલે આ તામ્રપત્ર પ્રસિદ્ધ કર્યાં છે. ડો. ફ્લીટે મોકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરૂ છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેલી હતી. ૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકૃતિ બનાવી છે. તે પતરાં મને ડા. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફાટાગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્રો એ છે અને તે ૮⟩'લાંબાં છે. પહેાળાઈ છેડા ઉપર પ” અને વચમાં ૪' છે. કાર કયાંક ક્યાંક જાડી છે, પણ તે ઘડતર ઢોષને લીધે છે, નહીં કે રક્ષણને માટે કોરા વાળવાના પ્રયાસ કર્યાં હાય. પતરાં દળદાર છે અને અક્ષરા ઊંડા છે, છતાં ખીજી માજી દેખાતા નથી. કેાતરકામ સારૂં છે. કડી ૧ જાડી છે અને વ્યાસ ૧” છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માક કડી સાથે રેવેલી છે; તે ગેાળ છે અને તેના વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર શ્રીશ્રય એટલા જ અક્ષર છે. બન્ને પતરાંનું વજન ૨ પાઉંડ ( રતલ ) છે અને કડી તથા સીલનું પ આઉંસ ( અધેાળ ) મળી કુલ વજન ૨ પા. ૫ આ. થાય છે. ’ ચાલુકયના ખીજા લેખાના જેવી જ લિપિ છે. સાલ છેવટે શબ્દમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે અને ઘણા ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કાતરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલાથી ભરેલાં છે. અક્ષરાન્તર ઉપરથી જેઈ શકાશે કે ઘણા અક્ષર અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખાટા લખાયા છે. પ`ક્તિ ૧૫ માં આખા શબ્દ રહી ગયા છે, જે અટકળી શકાતા નથી. ( પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. ( ૫` ૫-૬ ) ચાલિકય ના વંશમાં પુલકેશી વલ્લભ જનમ્યા હતા. ' તેણે પોતાના બાહુબળથી દુશ્મનેાના સંધને હરાવ્યેા હતા, તે રામ અને યુધિષ્ઠિર જેવા હતા અને સાચા વિક્રમવાળા હતા. (૫. ૯ ) તેના દીકરા ધરાશ્રય જયસિંહ વર્મા હતા. તેની સત્તા તેના હેાટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારક વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણુનું ધ્યાન કરતા હતા. તેણે અતુલ ખલથી પલ્લવ વંશના પરાભવ કર્યાં હતા. ( ૫. ૧૩ ) તેના પુત્ર યુવરાજ જ્યાશ્રય' શીલાદિત્ય હતા. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણમાળા જેવી પવિત્ર કીર્તિના ધ્વજ વડે આકાશની બધી દિશા ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર ) જેવા ઉદાર હતા. તે રૂપ અને સૌન્દર્યવાન હાઇને કામદેવ જેવા હતા અને વિદ્યાધરના મુખી( નરવાહુન દત્ત )ના જેવે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતા. (પ. ૧૯ ) નવારિકામાં રહીને તેણે બ્રાહ્મણુ ભેગિક વાતમને આસિટ્ટે ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઈ, વેા. ૯ પા. ૨૨૯ પ્રા. ઈ. શ ૨ ઇંડીઅન એટલાસ શીટ ન. ૨૩૪, પૂ. (૧૯૮૮) અક્ષાંશ ૨૦૦૫૭ રેખાંશ ૭૨૫૭ ૩ ચાલુ યના આ પાઠફેર માટે જીએ।. ફ્લીકૃત ડીનેસ્ટીઝ કૅનેરી ડીસ્ટ્રીકટ પા. ૩૩૬ નેટ ૩ ૪ સોલ ઉપર શીલાદિત્યની સાથેના ક્યાથયને સંધિ છૂટી પાડીને શ્રી આશ્રય એમ લખેલ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396