Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 381
________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો નં ૧૦૨ ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપત્રા ચે. સં. ૩૯૪ વૈ. સુ. ૧૫=ઈ. સ. ૯૪ર આ તામ્રપત્રા પ્રો. જે. ડાઉસને રૂા. એ. સા. ના જરનલમાં ( ન્યુ. સીરીઝ ) વે. ૧ પા. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યાં હતાં. તે હાલમાં રા. એ. સેા.ની લાઇબ્રેરીમાં છે. ત્યાંથી માગીને અક્ષરાન્તર તથા તરજુમા વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂ છું : આ પતરાં ઇ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણાએ વહે છે તેના પાણીથી દીવાલ ધોવાઈ જવાથી આ તામ્રપત્ર મળ્યાં હુંતાં. વબ્રુઆ નદી પતરાં એ છે અને તેનું માપ ૧૩′ ૪ ૮‰” છે. તેની કેાર તેને સુરક્ષિત રાખવા માટે સ્હેજ વાળેલી છે. એ કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી, ભાષા સંસ્કૃત છે. લિપિ શરૂવાતનાં ચાલુકય અને કદમ્બ તામ્રપત્રા ઉપરના જેવી જ છે. વિજયપુર ગામે મુકામ હતા ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિંહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જંબુસરના અવર્યું અને બ્રહ્મચારીઆને દાનમાં યિય ગામ આપવામાં આવેલ છે. આ જંબુસર ખેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઇલ ઉપર આવેલ છે. પરિચય શેાધી શકાયું નથી. દાન ૩૯૪ મા વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩૨ મે શબ્દમાં અને પં. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૯૦, ૪, ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિહ્નો, ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઇ. એ. વા. ૬ પા. ૪ર મેં વલભી અને ચાલુકય સમયનાં ચિહ્નો ડા. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ ક્યા સંવતની છે તે ખાખતમાં પ્રે. ડાઉસને સંવત્સરના અર્થ વિક્રમ સંવત્ કરેલ. ત્યારખાઇ મી. કે. ટી તિલેંગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. એ. છેં. સ. એ. સા. વ. ૧૦ પા. ૩૪૮). પરંતુ જે ગુર્જર તામ્રપત્રને આધારે તેણે શક સંવત્ વપરાયેા છે એમ માનેલ તે તામ્રપત્ર પણ ચેઢી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેઢી સંવતની હાવી જોઇએ અને તે ઇ. સ. ૬૪૨ ની ખરાખર થાય છે. વિશેષમાં પ્રે. ડાઉસને તેમ જ મી. તિલંગે ચાલુકયનું વંશવૃક્ષ ઉપજાવવાના તેમ જ દક્ષિણના ચાલુકય સાથે સંબંધ શેાધી કાઢવાનેા પ્રયત્ન કરેલ તે ભૂલભરેલા છે, એમ વિસ્તારથી ડા. લીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણા ઊહાપાતુ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણ પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાએ જોરમાં આવ્યા. પુલકેશી ૧ લે તે વંશના વારસ હતા અને તે નાઠા ત્યારે તેની સાથેના અનુયાયીની મદદ્રથી રસ્તે કદાચ પલ્લવ રાજાએ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના - તામ્રપત્રને ૬ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયા ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઇને દક્ષિણુ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કાતરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જોતાં બીજી ખાજીના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ, એ. વા. ૭ પા, ૨૪! ડૉ. જે. એક લીટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396