Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી
તિહાસ.
પ્રકરણ ૧૦
પૂર્વ પીઠિકા. “વ વર્ષે સવાઈ, ઈજારદારિ વધારે, રઈચત રુવે રગડાઈ, કે આગળ પોકારે. ચૌટે જણાવે તેર, દેડાવીને ઘોડા; રાતે આવે ચોર, ઘર ઘર પડે દરેડા. ચેના અસવાર, બાન પકડતા તૂટે; દરવાજેથી બહાર, વહાર કરે નહિ પૂંઠે. દરવાજે દરવાન, રાંક જનેને રેકે; કઈ ધરે નહિ કાન, રડે બિચારા પોકે. અન્યાના દામ, લેઈ ઠરાવે સાચા ન્યાયીના લે જે નામ, તે તે હણે તમાચા.”
(“કળિકાળનું વર્ણન”—કૃષ્ણરામ, ઈ. સ. ૧૮૧૮ માં પેશ્વાઈ પડી અને ગુજરાત પ્રાન્તને કબજે અંગ્રેજોના હાથમાં આવ્યા, તે સમયે દેશસ્થિતિ કેવી હતી, તેને કંઈ
ખ્યાલ આપણને ઉપરે કળિકાળ”ના વર્ણનમાંથી મળી આવે છે. પ્રસ્તુત ગરબે કૃષ્ણરામ મહારાજે સં. ૧૮૭૩ માં રચ્યો હતો, તેથી તેમાં. વર્ણવેલી હકીકત જેમ સમકાલીન તેમ વિશ્વસનીય કહી શકાય. - ઓરંગઝેબ બાદશાહના અવસાન પછી દિલ્હીની મેગલ સાર્વભ્રમ શહેનશાહત નબળી પડતી ચાલી અને તેને સ્થાને મરાઠા સત્તાનું પ્રાબલ્ય. પ્રતિદિન વધતું જતું હતું. એથ નિમિત્તે તેમને ત્રાસ અને દરેડ એ છે ન હતે. કોળી, કાઠી અને ગરાસીઓ પણ તક મળતાં, જે કાંઈ હાથ આવતું તે કબજે કરવા પાછા પડતા નહિ. મુગલ સુબાઓ દિલ્હીની ગાદી પ્રત્યે નામની વફાદારી દાખવતા છતાં સ્વતંત્ર અને આયખુદ બન્યા હતા, પણ મહેમાંહેના કલેશ અને કુસંપથી તેઓ પિતાની સત્તા ટકાવી શક્યા નહિ. દેશમાં સર્વત્ર અંધાધુતી, લૂંટફાટ અને જોહુકમી પ્રવર્તી રહ્યાં હતાં. તેમાંય