Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 6
________________ જય જય ગઢ ગિરનાર... પાલીતાણામાં બારેય મહિના જે આરાધનાનો માહોલ હોય છે, તે જૂનાગઢમાં પણ શા માટે હોવો જોઈએ ? ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર યાત્રા અને ભક્તિનો જે ઉછરંગ હોય છે, તે ગિરનાર ગિરિ ઉપર પણ શા માટે હોવો જોઈએ ? સમેત શિખરજી તીર્થ પ્રત્યે જે ઊંચો આદરભાવ શ્રી સંઘને છે, તેવો જ ઊંચો આદરભાવ ગિરનાર તીર્થ પ્રત્યે પણ શા માટે હોવો જોઈએ ? પાવાપુરી, ચંપાપુરી કે રાજગૃહી પ્રત્યે પ્રભુભક્તોને ખેંચાણ છે તેવું ખેંચાણ ગિરનાર તીર્થ પ્રત્યે પણ કેમ હોવુ જોઈએ ? શત્રુંજય ગિરિરાજ જેવી શાશ્વતભૂમિ, પાવાપુરી-રાજગૃહી-ચંપાપુરી જેવી કલ્યાણક ભૂમિ અને સમેતશિખરજી જેવી ભાવિ તીર્થકરોની નિર્વાણ ભૂમિની અનેકવિધ ગરિમાને વરેલી આ પવિત્ર તીર્થભૂમિ પ્રત્યે સકલ શ્રીસંઘની ભક્તિધારા શા માટે ઉછળવી જોઈએ? આવી કોઈ કારણદર્શક નોટિસના જવાબમાં જાણે કોઈ વકીલે સંખ્યાબંધ દસતાવેજી પુરાવાઓ સાથેની એક વિસ્તૃત એફિડેવિટ તૈયાર કરીને રજૂ કરી હોય તેવું ગિરનાર તીર્થનું મહિમાગાન કરતા શાસ્ત્રપાઠોના સંગ્રહનું આ પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે. તપસ્વી સમ્રાટ અને ગિરનાર તીર્થોપાસક પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.તથા જિનશાસન કોહીનૂર પૂ. પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય મ.સા.ના અત્યંત કૃપાભાજન તપસ્વી મુનિપ્રવર શ્રી હેમવલ્લભવિજયજીએ આ પુસ્તક તૈયાર કરવામાં ઊઠાવેલા સખત પરિશ્રમની ચાડી તો પુસ્તક પોતે જ ખાય છે. આ પુસ્તક હજારો હૈયામાં ગિરનારજી તીર્થ પ્રત્યેની આસ્થા અને ભક્તિમાં વૃદ્ધિ કરશે, તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. - મુક્તિવલ્લભવિજય. આસો વદ -૮ ઘાટકોપર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118