Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 5
________________ કરવાના છે એવા આ મહાતીર્થની વાતો અનેક ગ્રંથોમાંથી ચૂંટી ચૂંટીને આ પુસ્તિકામાં સંગ્રહિત કરેલ છે. સંદર્ભ ગ્રંથોમાં આ પુસ્તિકામાં સંગ્રહિત કરાયેલ માહિતી ઉપરાંત પણ ગિરનાર સંબંધી માહિતી તથા કથાદિ જોવા મળે છે, કેટલીક બાબતોના મતાંતરો પણ આ ગ્રંથોમાં દષ્ટિગોચર થાય છે, વળી આ સંદર્ભ ગ્રંથો ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ ગિરનાર સંબંધી ઘણી માહિતી જોવા મળે છે. તેથી જિજ્ઞાસુ અને વિદ્વદર્ય પૂજ્યો તે તે ગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કરી શકશે. પ્રાન્ત આ મહાતીર્થ પ્રત્યેની તીવ્ર લાગણીને વશ તીર્થોત્કર્ષના કાર્યમાં નિમિત્તભૂત બનવાના યત્કિંચિત્ પ્રયાસનો પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતો સ્વીકાર કરે તથા આ પુસ્તિકામાં રહેલી ક્ષતિઓ તરફ અંગુલીદર્શન કરે એ જ અપેક્ષા સાથે વિરમું છું. આ પુસ્તિકાના પ્રકાશનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપના ચાહું છું. વિ.સં. ૨૦૬૭ એ જ લિ. ભવોદધિતારક ગુરુપાદરેણુ આસો સુદ દસમ(દશેરા) મુનિ હેમવલ્લભ વિજય. ગિરનાર તળેટી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118