________________
કરવાના છે એવા આ મહાતીર્થની વાતો અનેક ગ્રંથોમાંથી ચૂંટી ચૂંટીને આ પુસ્તિકામાં સંગ્રહિત કરેલ છે. સંદર્ભ ગ્રંથોમાં આ પુસ્તિકામાં સંગ્રહિત કરાયેલ માહિતી ઉપરાંત પણ ગિરનાર સંબંધી માહિતી તથા કથાદિ જોવા મળે છે, કેટલીક બાબતોના મતાંતરો પણ આ ગ્રંથોમાં દષ્ટિગોચર થાય છે, વળી આ સંદર્ભ ગ્રંથો ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ ગિરનાર સંબંધી ઘણી માહિતી જોવા મળે છે. તેથી જિજ્ઞાસુ અને વિદ્વદર્ય પૂજ્યો તે તે ગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કરી શકશે.
પ્રાન્ત આ મહાતીર્થ પ્રત્યેની તીવ્ર લાગણીને વશ તીર્થોત્કર્ષના કાર્યમાં નિમિત્તભૂત બનવાના યત્કિંચિત્ પ્રયાસનો પૂજનીય સાધુસાધ્વીજી ભગવંતો સ્વીકાર કરે તથા આ પુસ્તિકામાં રહેલી ક્ષતિઓ તરફ અંગુલીદર્શન કરે એ જ અપેક્ષા સાથે વિરમું છું.
આ પુસ્તિકાના પ્રકાશનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપના ચાહું છું. વિ.સં. ૨૦૬૭ એ જ લિ. ભવોદધિતારક ગુરુપાદરેણુ આસો સુદ દસમ(દશેરા) મુનિ હેમવલ્લભ વિજય. ગિરનાર તળેટી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org