Book Title: Girnar Granthoni Godma Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh View full book textPage 4
________________ ગિરનાર મહાતીર્થની તળેટીથી.... જગપ્રસિદ્ધ એવા શ્રી ગિરનાર મહાતીર્થના મહાભ્યથી પરિચિત એવા પૂર્વપુરુષો દ્વારા ભૂતકાળમાં આ મહાતીર્થના મહિમાની વાતો આગમાદિ અનેકગ્રંથોમાં કંડારવામાં આવેલી છે. તે મહિમાના આલંબનથી ભૂતકાળમાં અનેક આચાર્યભગવંત આદિ પૂજ્યો તથા સમર્થ શ્રાવકવર્ગ દ્વારા આ મહાતીર્થના ઉત્કર્ષ અને સંરક્ષણ માટે કાળે કાળે એકથી એક અનુમોદનીય પ્રયાસો કરવામાં આવ્યા હતા. પૂર્વપુરુષોએ કરેલા પુરુષાર્થનો ઝળહળતો ઈતિહાસ આજે પણ આપણી સમક્ષ મોજુદ છે. પરંતુ ભવિતવ્યતાના યોગ છેલ્લા સૈકા દરમ્યાન કોઈને કોઈ કારણોસર ચતુર્વિધસંઘ દ્વારા આ મહાતીર્થ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવાયેલ છે. જેના પરિણામે અનેકવિધ વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહેલ આ તીર્થ ચતુર્વિધ સંઘની દષ્ટિથી અગોચર રહેવા પામ્યું હતું તેવા અવસરે આજથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે સહસાવન તીર્થોદ્ધારક પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજા દ્વારા આ મહાતીર્થના ઉત્કર્ષ અને સંરક્ષણ માટે એકલા હાથે અથાગ પરિશ્રમ લેવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિ સ્વરૂપે આજે આપણે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિને સુરક્ષિત રાખવા સમર્થ બન્યા છીએ. ભારતભરના વિવિધ ધર્મ-સંપ્રદાયમાં સૌ-સૌના ધર્મગ્રંથોમાં ગિરનાર મહાતીર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. તેથી વિવિધ સમયે અનેકવિધ વાદ-વિવાદોના વાયુવટોળના ધસમસતા વાવાઝોડાની વચ્ચે ઝીંક લેતો ગઢ ગિરનાર આજે પણ અડોલ ઊભો રહી લાખો શ્રદ્ધાનંત આત્માઓની શાંતિ અને સમાધિનું ધામ બનેલ છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં છેલ્લા સૈકા દરમ્યાન ઉપેક્ષા પામેલા આ મહાતીર્થની અનેકવિધ વાતો આગમાદિ ગ્રંથોમાં વર્ણવવામાં આવેલ છે. આ માહિતીઓ ચતુર્વિધસંઘમાં પ્રસરે તેવા શુભાશયથી આ આગમાદિ ગ્રંથ અંતર્ગત મહિમાની આછી ઝલક પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો સુધી પહોંચાડવાનો આ અલ્પ પ્રયાસ કરેલ જ્યાંથી આવતી ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્મા પરમપદને પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118