________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ સ્વરૂપ લિંગી અને લિંગનો (સાધ્ય અને હેતુનો) અન્વય-વ્યતિરેકવાળો જે અવિનાભાવસંબંધ છે. તે સંબંધને પ્રત્યક્ષપ્રમાણ દ્વારા એટલે ઈન્દ્રિયો દ્વારા સાક્ષાત્ જોઈ-જાણીને ત્યારબાદ ઉત્તરકાલે કોઈક અરણ્ય અથવા પર્વતાદિ સ્થાનોમાં આકાશની અંદર ઉંચે જતા ધૂમસમૂહને જોઈને પૂર્વકાલમાં જાણેલા અને સાક્ષાત્ જોયેલા સંબંધનું સ્મરણ થઈ આવે છે. તે સ્મરણ આ પ્રમાણે થાય છે કે - “જ્યાં જ્યાં ધૂમ હતો ત્યાં ત્યાં અગ્નિ હતો જ, આવું મેં પૂર્વકાલમાં મહાન સાદિમાં જોયું છે અને અહીં પણ ધૂમ દેખાય છે. તેથી વહ્નિ પણ અવશ્ય અહીં હોવો જોઈએ. આવા પ્રકારના “ધૂમાદિ લિંગ ગ્રહણ વડે અને લિંગ-લિંગીના અવિનાભાવ એવા સંબંધના સ્મરણ વડે” અનુમાન કરનાર પ્રમાતા ક્ષેત્રમાં રહેલા અગ્નિને જાણે છે.
આત્મા નામના લિંગીની (સાધ્યની) સાથે કોઈપણ લિંગનો (હેતુનો) આવા પ્રકારનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં પ્રત્યક્ષપ્રમાણથી એટલે ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા સાક્ષાત્ જોયેલો નથી કે જે લિંગ-લિંગીના સંબંધનું અનુસ્મરણ કરવાથી અને ફરી તેવું દેખવાથી “આત્મા છે” આવો બોધ થાય.
પૂર્વકાલમાં આત્મા અને તે આત્માને જણાવનાર લિંગ સાક્ષાત્ જોયાં જ નથી. તેથી ઉત્તરકાલમાં આત્માને જણાવનારું અનુમાન થતું નથી. જો પૂર્વકાલમાં એકવાર પણ આત્મા અને તેને જણાવનાર લિંગનો નજરોનજર પ્રત્યક્ષ પ્રમાણથી સાક્ષાત્ સંબંધ જોયેલો હોત તો તો આત્મા ત્યારે જ પ્રત્યક્ષ દેખાયેલો થયો. તેથી પ્રત્યક્ષપ્રમાણથી જ આત્માની સિદ્ધિ થઈ જાય, અનુમાન કરવું વ્યર્થ જ થાય. કારણ કે આત્મા પ્રત્યક્ષથી જ જોયેલો સિદ્ધ થયો.
સારાંશ કે જો પૂર્વકાલમાં આત્મા અને તદ્દર્શક લિંગ એકવાર પણ જોયાં જ નથી તો સંબંધ ન જાણ્યો હોવાથી અનુમાન થાય જ નહીં અને જો એકવાર પણ સાક્ષાત્ જોયેલાં હોય તો પ્રત્યક્ષપ્રમાણથી જ આત્મા સિદ્ધ થઈ ગયો. તેથી અનુમાન કરવાનું જ ન રહે, માટે આત્મા અનુમાન ગ્રાહ્ય પણ નથી. /૧૫૫oll
આ જ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે - न य जीवलिंगसंबंधदरिसणमभू जओ पुणो सरओ । तल्लिंगदरिसणाओ, जीवे संपच्चओ होज्जा ॥१५५१॥ (न च जीवलिङ्गसम्बन्धदर्शनमभूद् यतः पुनः स्मरतः । तल्लिङ्गदर्शनाज्जीवे सम्प्रत्ययो भवेत् ॥)