Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
21
द्वात्रिंशिका
• આ અમૃત છે. લો, ચાખો • • જિનાલય બંધાવનાર દેરાસર માટે શુદ્ધ ભૂમિ શાસ્ત્રનીતિથી ખરીદવી. બીજાને અણગમો ન થાય
તેનો ખ્યાલ રાખવો. તે માટેની જમીન ખરીદતી વખતે સામેનાને સંતુષ્ટ કરવો. વળી આસપાસ
રહેનારાનું પણ સન્માન કરવું. (ગાથા-ર-૭) • જિનાલય બંધાવનાર શ્રાવક જયણાવાળો, આરંભને છોડનારો અને નિયાણારહિત શુભાશયવાળો હોવો જોઈએ. તેની જિનાલય-નિર્માણક્રિયાને ષોડશકમાં પૂ.હરિભદ્રસૂરિ મ. ભાવવૃદ્ધિના કારણે ભાવયજ્ઞ' રૂપે જણાવે છે. (ગાથા-૮-૧૦). પ્રતિષ્ઠા ત્રણ પ્રકારે છે : (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા (૨) ક્ષેત્ર પ્રતિષ્ઠા અને (૩) મહાપ્રતિષ્ઠા. પ્રાણપ્રતિષ્ઠા = અંજન શલાકા કરનાર પોતાના આત્મામાં જ વીતરાગતા વગેરે ગુણોની સ્થાપના કરે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. પ્રતિમામાં બાહ્યપ્રતિષ્ઠા તો ઉપચાર છે. ઉપચારથી કરાતી પ્રતિષ્ઠાથી પણ પૂજકના મનમાં પ્રતિમામાં પરમાત્મ-બુદ્ધિ થવાથી પૂજકને પુષ્કળ લાભ થાય છે. (ગાથા૧૭-૧૮) ભગવાનની પૂજા વિઘ્નોની શાંતિ કરે છે અને અભ્યદય તથા મોક્ષને આપે છે. ભગવાનને વિલેપન કરવું, પુષ્પ ચઢાવવા તે કાયયોગપ્રધાન પૂજા છે. પૂજાની સામગ્રી (ફૂલ વગેરે) મંગાવવા તે વચનયોગપ્રધાન પૂજા છે અને મનથી ફૂલપૂજા વગેરેની ભાવના તે મનોયોગપ્રધાન પૂજા છે. (ગાથા.૨૨-૨૬)
# (૬) સાધુસામગ્ર-બત્રીસી ઃ ટૂંકસાર કે ચારિત્ર મોહનીય કર્મના હાસથી પ્રાપ્ત સાધુજીવનની સંપૂર્ણ સફળતા શેમાં? તેનું વિસ્તૃત પ્રતિપાદન આ બત્રીસીમાં આવે છે.
• કેટલાક વિચારબિંદુઓ * સાધુતાની સંપૂર્ણતાની આધારશિલા છે : (૧) તત્ત્વસંવેદન જ્ઞાન, (૨) સર્વસંપન્કરી ભિક્ષા અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તે માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે સંયત એવા મહાત્મા જ્ઞાનથી જ્ઞાની બને, ભિક્ષા દ્વારા ભિક્ષુક બને અને વૈરાગ્ય દ્વારા વિરક્ત બને. (ગાથા-૧) ભિક્ષા-દાતાને તકલીફ ન થાય તે રીતે, સાધુ માટે ન બનાવેલ રસોઈ ગ્રહણ કરનાર સાધુ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણતાને પામે છે. (ગાથા-૧૩) વૈરાગ્યના ત્રણ પ્રકાર : (૧) દુઃખગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. દુઃખગર્ભિત વૈરાગ્ય આર્તધ્યાન રૂપ છે. મોહગર્ભિત વૈરાગ્ય પણ જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે છે. સ્યાદ્વાદપરિકર્મિત વિવેકદષ્ટિથી યુક્ત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હોય છે. તે જીવને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે છે. (ગાથા-૨૪).
૪ () ધર્મવ્યવસ્થા-બત્રીસીઃ ટૂંકસાર ઃ સાતમી બત્રીસીમાં પૂ.ઉપાધ્યાયજી મહારાજે ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેની વ્યવસ્થા દર્શાવી છે.
આમાં, બૌદ્ધ-મતની દલીલ ‘ભાત એકેન્દ્રિયનું શરીર છે, તો ભક્ષ્ય છે; તે રીતે માંસ પ્રાણીનું શરીર છે, માટે તે ભક્ષ્ય છે' દર્શાવી તેનું ખંડન કર્યું છે. “જેનું ભક્ષણ થઈ શકે તે ભક્ષ્ય' એવું શાસ્ત્રમાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org