________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ]
[૩
(૩) જીવ-અજીવનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે જ સંસારી પ્રાણીઓને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. અને તે કારણે જ તેઓ આત્મસ્વરૂપની પ્રાપ્તિથી વંચિત રહે છે અને તેથી દુ:ખી છે. (૪) માટે જેઓ કલ્યાણના માર્ગ પર ચાલવા ચાહતા હોય તેઓએ સ્વ-૫૨નો યથાર્થ વિવેક પ્રગટ કરવા માટે જીવ-અજીવનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ નિજ આત્મરૂપ ઉપાદાન ( –નિજશક્તિ ) કારણથી પ્રાપ્ત થતું અનંત સુખ જીવો પ્રગટ કરે એ શાસ્ત્રનું પ્રયોજન છે.
પ્રણામ
( ૫ ) શિરા વન્દ્ર- નિજ શુદ્ધાત્માનું આરાધન તે ભાવ નમસ્કાર છે, અને તે જિનેન્દ્ર ભગવાનની નિશ્ચયસ્તુતિ વંદના નમસ્કાર છે (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૧-૩૨-૩૩-તથા ટીકા.) ધર્મી સાધક જીવનો જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવાનો શુભ રાગ તે ‘વ્યવહારનમસ્કાર છે. આવો બંધ-વંદક ભાવ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. ૧.
જીવદ્રવ્યના નવ અધિકાર
-
-
जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो । भोत्ता संसारत्थो सिद्धो सो विरससोडढगई।।२।।
૧. યથાર્થ નામ નિશ્ચય છે. તથા ઉપચારનું નામ વ્યવહાર છે. ( મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૭, પૃ. ૨૦૦)
સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. નિશ્ચયવ્યવહા૨નું સર્વત્ર (ચારે અનુયોગમાં) એવું જ લક્ષણ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૭, પૃ. ૨૫૩–૨૫૪.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com