________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્રવ્યના નવ અધિકાર]
[૭ નથી. માટે પહેલાં એકલો વ્યવહારનય હોય અને પછી નિશ્ચયનય પ્રગટે એ માન્યતા મિથ્યા છે.
જિનવાણીની પદ્ધતિ (૬) બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જિન ભગવંતોની વાણીની
પદ્ધતિ છે. ભગવાનનું કથન એક નયને આશ્રિત હોતું નથી. એવી બે નયાશ્રિત વ્યાખ્યા સમ્યજ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે. શાસ્ત્રોનો અભ્યાસ હોવા છતાં જેને સમ્યજ્ઞાન ન
પ્રગટે તેણે જિનવાણીની પદ્ધતિનો આશય ખરેખર જાણ્યો નથી. (૭) આ બે નયોનાં નામ “નિશ્ચય” – “વ્યવહાર” છે. એ બે નામો
એમ સૂચવે છે કે, તેમનાં સ્વરૂપ એકબીજાથી ભિન્ન-વિરુદ્ધપ્રતિપક્ષ છે. જો તેમ ન હોય તો જુદા-જુદા ભાવવાચક નામો નયો” ને આપવામાં ન આવે.
નયજ્ઞાનની અને ભેદજ્ઞાનની આવશ્યકતા (૮) જીવને અનાદિથી સ્વ-પરના એકત્વરૂપ શ્રદ્ધાથી મિથ્યાદર્શન છે;
સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાન-મિથ્યાજ્ઞાન છે; અને સ્વ
પરના એcઆચરણથી મિથ્યાચારિત્ર છે. (૯) સર્વે દુઃખોનું મૂળકારણ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ સર્વે
દુ:ખોનો અભાવ કરવા માટે તેને બે પ્રકારનું ભેદજ્ઞાન કરાવવામાં આવે છે.
૧. નિયમસાર કલશ ૨, પૃ. ૨ ૨. પંચાસ્તિકાય કલશ ૨, પૃ. ૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com