Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સંપાદકીય
કરવાથી કાયિકધ્યાન પ્રગટ થાય છે” તથા “આ પ્રકારની નિરવઘ ભાષા મારા વડે બોલવા યોગ્ય છે અને આ પ્રકારની સાવદ્ય ભાષા બોલવા યોગ્ય નથી, એ રીતે એકાગ્રપણાથી વિચારીને વાક્ય બોલનારને વાચિકધ્યાન પ્રગટ થાય છે” એજ રીતે આગળ વધતાં જણાવ્યું કે, “દૃષ્ટિવાદ અંતર્ગત અથવા ભંગિકહ્યુતને ગણતાં સાધકને મન-વચન-કાયાનું ત્રિવિધધ્યાન પ્રગટ થાય છે.”
જૈન શાસ્ત્રકાર ભગવંતોએ “બૈ” ધાતુનો ચિંતા અર્થ ગ્રહણ કરીને ધ્યાનની આસપાસની વિભિન્ન ચાર ભૂમિકા રજૂ કરી છે. ૧-ચિંતન, ૨-ભાવના, ૩-ધ્યાન અને ૪-અનુપ્રેક્ષા. પ્રથમ ચિંતનની ભૂમિકાથી સૌ પ્રાયઃ પરિચિત છે. તે પછી વારંવાર એક જ વિષયનું ચિંતન કરવાથી પ્રગટ થતી, ચિંતનના પદાર્થથીવિષયથી આત્માને ભાવિત કરતી અને ધ્યાનના પૂર્વ અભ્યાસરૂપ મનની પ્રવૃત્તિને (અવસ્થા વિશેષને) ભાવના કહેવાય છે. મનના સ્થિર અધ્યવસ્થાનને અર્થાત્ એક જ વસ્તુમાં મનના નિષ્પકંપપણાને ધ્યાન કહેવાય છે. ધ્યાન પછી “અનુ' એટલે પાછળથી અને ‘પ્રેક્ષા' એટલે જોવું તેને અનુપ્રેક્ષા કહેવાય એટલે ધ્યાન થયા પછી તે સ્થિતિને પાછળથી માણી શકાય અથવા ધ્યાન પૂર્ણ થયા પછી ચિત્તની કે તે તે વિષયની એકાગ્રતા કેવી હતી, તેને પાછળથી જોઈ શકાય, માણી શકાય તેને “અનુપ્રેક્ષા' કહેવાય. આમ ચિંતન અને ભાવના આ બે અવસ્થા ધ્યાનની પૂર્વે પ્રવર્તે છે; જ્યારે અનુપ્રેક્ષા અવસ્થા ધ્યાનની પછી પ્રગટ થતી હોય છે.
આ ચારે ભૂમિકાઓ આર્ત આદિ ચારે ધ્યાનમાં સંભવે છે અર્થાત્ આર્તની ચિંતા, આર્તની ભાવના, આર્તનું ધ્યાન અને આર્તની અનુપ્રેક્ષા. આ રીતે રૌદ્ર આદિ ત્રણેમાં પણ સમજવું. આગળ વધીને જોવા જઈએ તો આર્તના જે ચાર પાયા છે તે દરેક પાયામાં પણ ચિંતા વગેરે ચારે અવસ્થા ઘટી શકે છે અર્થાત્ અનિષ્ટવિયોગ પ્રણિધાનરૂપ આર્તની ચિંતા, અનિષ્ટવિયોગપ્રણિધાનરૂપ આર્તની ભાવના, અનિષ્ટવિયોગપ્રણિધાનરૂપ આર્તનું ધ્યાન અને અનિષ્ટ વિયોગ પ્રણિધાનરૂપ આર્તની અનુપ્રેક્ષા. આ રીતે રોગની ચિંતા વગેરે ત્રણ પાયામાં પણ ધરાવતાં આર્તના કુલ સોળ ભેદ થશે. તે જ રીતે રૌદ્ર વગેરે ત્રણેના પણ સોળ-સોળ ભેદ થતાં કુલ ચોસઠ (૧૪) ભેદ પણ ઘટાવી શકાય.
ધ્યાનની આ ચિંતા વગેરે ચારે ભૂમિકાઓ શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે. આત્માનો જે દિશામાં ઢાળ હોય તે દિશામાં મન (વચન કાયા પણ) દોડી જાય છે – એકાગ્ર બને છે અને યાવતું ધ્યાનનું સ્વરૂપ ગ્રહણ કરે છે. આત્માનો ઢાળ અશુભ તરફ - સંસાર તરફ હોય તો અશુભધ્યાન-અપ્રશસ્તધ્યાન પ્રગટે છે અને આત્માને ઢાળ શુભ તરફ – મોક્ષ તરફનો હોય તો શુભધ્યાન-પ્રશસ્તધ્યાન પ્રગટે છે. અશુભધ્યાન કર્મનું સર્જન કરે છે, ચીકણા કર્મ બંધાવે છે, અશુભ અનુબંધો પાડે છે, દુર્ગતિનું સર્જન કરે છે યાવતું અનંત સંસારનું પણ સર્જન કરે છે. જ્યારે શુભધ્યાન કર્મનું વિસર્જન કરે છે, કઠીન કર્મોને નબળા કરે છે, શુભ અનુબંધો ઊભા કરે છે, સદ્ગતિની પરંપરા સર્જે છે. યાવત્ આત્માને મુક્તિ સુધી પહોંચાડે છે.
અનાદિકાળથી આત્માનો ઢાળ સંસાર અને સંસારના ઉપાયો પ્રત્યે છે. જેને કારણે અશુભ-અપ્રશસ્તધ્યાન સહજ પ્રગટે છે. અશુભધ્યાનના મુખ્ય બે પ્રકાર છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન.
તે પૈકી આર્તધ્યાનના ચાર પાયા-ભેદ છે કે જેના ઉપર આર્તધ્યાનની ઈમારત ઊભી થાય છે. ૧-અનિષ્ટવિયોગપ્રણિધાન, ર-રોગચિંતા, ૩-ઈષ્ટસંયોગપ્રણિધાન અને ૪-નિદાન. આ ચાર મુદ્દામાંથી આર્તધ્યાન પ્રગટે છે. આ ચાર મુદ્દાને જ આર્તધ્યાનના ચાર પાયા કે સ્તંભો કે ભેદ કહેવામાં આવે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org