Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સંપાદકીયા / ધ્યાનમેવાવસ્થ મુક્યમેવ વિન્થનમ્ .
।। ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।। - ज्ञानसार અધ્યાત્મજગતના પિતા, ધ્યાનયોગસાધનાના પ્રણેતા, અનંત કરુણાનિધાન શ્રી તીર્થંકર પરમાત્માએ કેવલજ્ઞાન પામ્યા બાદ અનંત દુઃખરૂપ સંસારથી બચવા માટે અને અનંત સુખરૂપ મોક્ષને પામવા માટે તેના અમોઘ સાધનરૂપ શ્રત અને ચારિત્રરૂપ ધર્મતીર્થની સ્થાપના કરીને જીવોને સાચા સુખનો યથાર્થમાર્ગ બતાવ્યો. દરેક ભૂમિકાના જીવો પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે અસંખ્યાતા યોગો બતાવ્યા. આ અસંખ્યાતા યોગોમાં મોખરાનું સ્થાન ધરાવતો કોઈ યોગ હોય તો તે એકમાત્ર “ધ્યાનયોગ' છે. માત્ર બે કે અઢી અક્ષરના આ “ધ્યાન” શબ્દમાં સાધના જીવનના અતિગંભીરભાવો ધરબાયેલા છે. પરમાત્માની આજ્ઞા મુજબ કરાતી પ્રત્યેક ક્રિયામાં આ ધ્યાનયોગ તાણેવાણે વણાયેલો છે. જે ક્રિયામાં આ ધ્યાનયોગ ન હોય અગર તો ધ્યાનયોગ પામવાનું લક્ષ્ય ન હોય તે સાધ્વાચારની કે શ્રાવકાચારની પ્રત્યેક ક્રિયાનું સ્થાન એકડા વગરનાં મીડાં જેવું છે.
ધ્યાન' શબ્દ માત્ર જૈનદર્શનમાં નહિ પણ પ્રાયઃ સર્વ દાર્શનિકોમાં સુપ્રસિદ્ધ છે. પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, પ્રાચીન અને નવ્ય દરેક દર્શનોએ પોતપોતાની સમજ મુજબ ધ્યાનને નિરૂપી પોતાની સાધના પદ્ધતિમાં એને મહત્વપૂર્ણ સ્થાન-માન આપ્યું છે. વિદેશીદર્શનોએ મહદંશે "Concentration of Mind' મનની એકાગ્રતાને જ ધ્યાન કહી તેનો આદર કર્યો છે; તો ભારતીય દર્શનોએ એના અનેક આકાર-પ્રકારોને વિસ્તારથી વિવેચી એના સૈદ્ધાંતિક અને વ્યવહારિક સ્વરૂપને આલેખ્યું છે.
ભારતીય દર્શનોમાંના કેટલાકે મનની એકાગ્રતારૂપ ધ્યાનની વ્યાખ્યાથી આગળ વધી વચનની અને કાયાની એકાગ્રતાને પણ ધ્યાન કહેવા સુધી પ્રગતિ સાધી છે, છતાં મન, વચન, કાયાની એકાગ્રતાથી ઉપર ઉઠી આત્માની વિશુદ્ધતમ અવસ્થાને પમાડવા માટેના પ્રબળ કારણરૂપ એવા “આત્માની એકાગ્રતારૂપ ધ્યાન' અર્થાત્ ઉપયોગને નિરૂપવા તેઓ સમર્થ બની શક્યા નથી. એ કાર્ય એકમાત્ર જૈનદર્શન કરી બતાવ્યું છે. જૈનદર્શન સર્વજ્ઞતા અને સર્વદર્શિતાના નક્કરતમ પાયા પર ઊભું થયેલું હોઈ એના નિરૂપણમાં સર્વાશગ્રાહિતા ઝળકે એમાં કોઈ નવાઈ નથી.
જૈનદર્શનના પ્રારંભિક આચાર-ક્રિયાને લગતાં સૂત્રોમાં પણ વ્યાપકસ્તરે ધ્યાનને વણી લેવાયું છે. તેનું નિદર્શન ઈરિયાવધિસૂત્ર' આપે છે. એના પ્રાંતે તાવ વાયં avi મોri #vvi Livi વોસિરામિ !' પદ દ્વારા કાયાનું ધ્યાન-૧, વચનનું ધ્યાન-૨, મનનું ધ્યાન-૩ અને આત્માનું ધ્યાન-૪ સૂચિત કરવામાં આવ્યું છે. એક સ્થાને કાયાને સ્થિર રાખવાથી કાયાનું ધ્યાન થાય છે; મૌનના પાલનથી વચનનું ધ્યાન સિદ્ધ થાય છે; મનના નિરોધથી માનસિકધ્યાન થાય છે અને આત્માનું ધ્યાન ઉપયોગની સિદ્ધિ દ્વારા થાય છે. કાયિક, વાચિક અને માનસિક પ્લાનની સિદ્ધિને પારમાર્થિકી-તાત્ત્વિકી બનાવવા માટે એમાં આત્માના ઉપયોગનું જોડાણ અનિવાર્ય બને છે. એ જોડાતાં તે તે ધ્યાનો પણ તાત્વિક બને છે. અહીં સમ્યગ્દર્શનાદિ યુક્ત આત્માનો ઉપયોગ અભિપ્રેત છે.
જૈનાગમોમાં સાધક આત્માને હિતશિક્ષા, અનુશાસન આપતાં આપ્ત પુરુષોએ “ચોવીસેય કલાક ધ્યાનમાં રહેવું' - એવો ઉપદેશ આપ્યો છે. એનો પરમાર્થ સમજાવતાં કહ્યું છે કે – “ચોવીસે કલાક ધ્યાનમાં રહેવું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org