________________
ધર્મતીર્થનો મહિમા હાનિ-લોપ થાય તો તેનો ઉદ્યોત કરવા ઈશ્વર આવે, ઈશ્વર જ સતત ધર્મતીર્થની ચિંતા કરે. પણ જૈનધર્મ આ વાતની ના પાડે છે. તેમાં એક જ કારણ છે કે તીર્થની સ્થાપના એ પૂર્ણ પરમેશ્વરનું કર્તવ્ય જ નથી, પરંતુ સાધક ઈશ્વરનું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. વળી તે કર્તવ્ય તેઓ નિર્લેપભાવથી જ કરે છે. માટે જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વનું અલૌકિક નિરૂપણ છે. મહાસાધક તીર્થકરો કોઈ ઇચ્છાથી કે રાગથી ધર્મતીર્થની સ્થાપના કરતા નથી, પણ સર્વકામનાશૂન્ય એવા વીતરાગ-સર્વજ્ઞ થઈ તીર્થની સ્થાપના કરે છે. વીતરાગ હોવાને કારણે પ્રવૃત્તિ કરતી વખતે તેમને કોઈ વિકાર-આશંસા-કામના-અપેક્ષા નથી. માત્ર તીર્થકર નામકર્મના ઉદયથી જ ઉત્કૃષ્ટ પરોપકારની પ્રવૃત્તિ સહજભાવે કરે છે.
સભા ઔદયિકભાવે કર્મ છે ?
સાહેબજી : હા, તીર્થંકર નામકર્મનો ઔદયિકભાવ પણ હિતકારી છે. બધા ઔદયિકભાવ ખરાબ છે તેવું નથી. વળી ક્ષાયિકભાવ પણ સાથે છે. પણ અહીં મારો મુખ્ય મુદ્દો એ છે કે આ તીર્થની સ્થાપના તીર્થકરો કરે છે અને તે કરવાની પદ્ધતિ અલૌકિક છે.
અન્યધર્મવાળા કહે છે કે ઈશ્વર સર્વ કર્મના બંધનોથી મુક્ત પૂર્ણપરમેશ્વર હોવા છતાં અવતાર લઈને તીર્થની રક્ષા કરે છે, ધર્મતીર્થની સાર-સંભાળ લે છે, જે કથન સુસંગત નથી. જૈનધર્મ કહે છે કે જો ઈશ્વર પોતે સ્થાપેલા ધર્મતીર્થનો ચાહક બને અને તે તે ધર્મતીર્થ આ જગતમાં ઝળહળતું રહે તેવી અપેક્ષા રાખે, તો ઈશ્વરમાં પણ રાગ-દ્વેષનો વિકાર આવે અને ઈશ્વરના મહાન સ્વરૂપની પ્રતિભા ખંડિત થાય. ઈશ્વરની નિર્વિકારી પ્રતિભા રાખવી હોય તો, પરમ સાધક અવસ્થામાં જ સત્કાર્ય કરાવનાર પ્રબળ પુણ્યકર્મના ઉદયથી જ તીર્થની સ્થાપના કરે, અને નિર્લેપભાવથી સિદ્ધાવસ્થા પામે. શાસનની સ્થાપના કર્યા પછી પણ ભગવાનને શાસન પર રાગ નથી અને શાસનની ચડતી-પડતી થાય તેમાં પણ ભગવાનને કોઈ હરખ-શોક નથી, છતાં ઉત્કટ સત્કાર્યની પ્રવૃત્તિ પણ શુભ કર્મના વિપાક વિના પૂર્ણ નિર્વિકારી આત્મામાં સંભવિત નથી. તેથી જૈનદર્શને સાધનાના અંતિમ તબક્કામાં રહેલા મહાસાધક તીર્થકરો દ્વારા જગતના ઉદ્ધારની પ્રવૃત્તિ તીર્થપ્રવર્તનરૂપે સહજતાથી માની છે, જે દુનિયાના સર્વ ધર્મો કરતાં નિરાળી છે; પણ પૂર્ણ પરમેશ્વર સ્વરૂપ સિદ્ધોને તીર્થપ્રવર્તન સાથે કોઈ સંબંધ સ્વીકારેલ નથી, જેથી પરમતત્ત્વમાં કોઈ ઊણપ આવતી નથી.
★ एते च कैश्चित्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्मान एवेष्यन्ते । यदाहुः -
"ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ।।१।। तथा - दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य, निर्वाणमप्यनवधारितभीरुनिष्ठम् । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ।।१।।" - [ सिद्धसेन द्वात्रिंशिका २।१८ ] इति।
* (ધર્મસંપ્રદફ્તર-દર ટીક્કા, વોડાશાસ્ત્ર પ્રવાસ-, સ્નો-૧૨૩ ટીવા) र यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।७।। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।८।।
(માવતા અધ્યાય-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org