________________
ધર્મતીર્થનો મહિમા કરે છે. તીર્થકરો પર પણ જેનો મહાન ઉપકાર છે, તીર્થકરોએ પણ જેને નમસ્કાર કર્યો છે, અરે! ' સમવસરણમાં બાર પર્ષદામાંની કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે, તે પછી ગણધર હોય, કેવલજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની હોય, અવધિજ્ઞાની હોય કે ચૌદપૂર્વી હોય, તે બધા “નમો સિન્થ” બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરે. ધર્મતીર્થને નમસ્કાર કર્યા વગર જો પ્રવેશ કરે તો તે અવિનય કહેવાય. તમને ધર્મતીર્થ પ્રત્યેનો આવો વિનયવ્યવહાર જ ખબર નથી. અરે ! “નમો તિન્દુર” બોલવાની જ ખબર નથી ! શાસ્ત્ર કહે છે કે જો પર્ષદામાં બેસવું હોય તો ધર્મતીર્થને નમસ્કાર કરવાના અવશ્ય આવે. અપેક્ષાએ તીર્થકરો કરતાં પણ ધર્મતીર્થ મહાન છે, પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થ જ અનંતા તીર્થકરોની હારમાળા પેદા કરે છે. તીર્થકર જેવા તીર્થકરોને પણ મોક્ષ સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો તે આ ધર્મતીર્થ જ છે, તો તેનાથી વધારે પૂજનીય બીજું કોણ હોઈ શકે ? અર્થાત્ કોઈ જ ન હોઈ શકે.
“ધર્મતીર્થનું પ્રવર્તન કરો” એવી દેવેન્દ્રોની પણ અભિલાષા :
સભા : તીર્થંકરો ધર્મતીર્થને શા માટે નમસ્કાર કરે છે ?
સાહેબજી : તીર્થકરો ધર્મતીર્થને નમસ્કાર કેમ કરે છે તેનાં કારણો આગળ આવશે ત્યારે સમજાવીશ. - તમારા હૃદયમાં પણ તીર્થકરને નમસ્કાર કરતી વખતે, એમના પર પણ જેનો ઉપકાર છે તેવું ધર્મતીર્થ અવશ્ય યાદ આવવું જોઈએ. તેના પ્રત્યે પૂજનીયતા, વંદનીયતા, નમસ્કરણીયતાની ખબર નહીં હોય તો તીર્થંકરો પ્રત્યે સાચું બહુમાન નહીં થાય. તીર્થકરોના જીવનમાં જન્મ પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ પ્રવૃત્તિ ધર્મતીર્થની સ્થાપના જ છે.
ભગવાન સાધના કરી સ્વયં કેવલજ્ઞાન પામ્યા તેને તેમના જીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય ન કહ્યું. ભગવાન જન્મે ત્યારે ઇન્દ્રો અત્યંત ભક્તિથી મહોત્સવ કરે છે, છતાં ઇન્દ્રોને પ્રભુ પાસેથી તીર્થપ્રવર્તન કરાવવાની જ ઉત્કટ કામના હોય છે. તમે સ્નાત્રમાં બોલો છો ને, કે “દીક્ષા કેવલને અભિલાષ, નિત નિત જિન ગુણ ગાવે.”
१ पूर्वद्वाराऽविशन् साधु-साध्वी-वैमानिकस्त्रियः । प्रदक्षिणीकृत्य नेमुर्जिनं तीर्थं च भक्तित: ।।१३४ ।। प्राकारे प्रथमे तत्र, धर्माराममहाद्रुमाः । पूर्वदक्षिणदिश्यासाञ्चक्रिरे सर्वसाधवः ।।१३५।। तेषां च पृष्ठतस्तस्थुरूवा॑ वैमानिकस्त्रियः । तासां च पृष्ठतस्तस्थुस्तथैव व्रतिनीगणा: ।।१३६ ।। प्रविश्य दक्षिणद्वारा, प्राग्विधानेन नैर्ऋते । तस्थुवनेशज्योतिर्व्यन्तराणां स्त्रियः क्रमात् ।।१३७ ।। प्रविश्य पश्चिमद्वारा, तद्वन्नत्वाऽवतस्थिरे । मरुद्दिशि भवनेशज्योतिष्कव्यन्तराः क्रमात् ।।१३८ ।।
(ત્રિષષ્ટિપર્વ-૨,સ-૬) २ गुणसमुदाओ संघो पवयणतित्थंति होइ एगट्ठा । तित्थयरो वि य एवं णमइ गुरुभावओ चेव ।।२६।।
गुणसमुदायः सङ्घोऽनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्। प्रवचनं तीर्थम् इति भवन्त्येकार्थिका:-एवमादयोऽस्य शब्दा इति। तीर्थकरोऽपि चैनं सङ्घ तीर्थसंज्ञितं नमति धर्मकथादौ गुरुभावत एव 'नमस्तीर्थाय' इति वचनादेतदेवमिति ।।२६।।
(પ્રતિમાશતવિ, -૬૭ ટા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org