________________
૨
કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ ધર્મતીર્થ નમસ્કરણીય :
ધર્મતીર્થની સ્થાપના દ્વારા જ તીર્થંકરો તીર્થંકર બન્યા હોવા છતાં તીર્થંકરોને પણ પૂજનીય, વંદનીય આ જગતમાં કોઈ તત્ત્વ હોય તો તે પણ આ ધર્મતીર્થ જ છે. અત્યાર સુધીમાં એવા કોઈ તીર્થંકર નથી થયા કે જેમણે તીર્થની સ્થાપના કરતી વખતે સૌથી પ્રથમ તીર્થને નમસ્કાર કર્યા ન હોય. ઋષભદેવ ભગવાન, અજિતનાથ ભગવાન, મહાવીર પ્રભુ, સીમંધરસ્વામી કે પછી કોઈ પણ તીર્થંકર પરમાત્માનું સમવસરણ હોય, પરંતુ સમવસરણમાં તીર્થંકરો પ્રવેશ કરે તો તે સૌથી પહેલાં “નમો તિત્ત્વસ” બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરે જ. એટલે કે તમે અને હું જ નહીં પણ આપણે બધા જેમને વંદન-પૂજન-નમસ્કાર કરીએ છીએ, જેમની અહોભાવથી ઉત્કૃષ્ટ ભક્તિ કરીએ છીએ, તેવા તીર્થંકરોને પણ જે પૂજનીય, વંદનીય છે તેવા ધર્મતીર્થની મહાનતાનો કોઈ પાર નથી.
સર્વ તીર્થંકરોનું મૂળ બીજ ધર્મતીર્થ :
અહીંયાં તમને પ્રશ્ન થાય કે કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ ધર્મતીર્થને નમસ્કાર કરવાનું શું કારણ ? તો તે એ જ કે આ ધર્મતીર્થ જ તીર્થંકરોની ઉત્પત્તિનું આદ્ય બીજ છે. આજ સુધીમાં અનંતા તીર્થંકરો થયા, તે તીર્થંકરો તીર્થંકર બન્યા શેના પ્રભાવે ? આ ધર્મતીર્થના પ્રભાવે જ. દા.ત. પ્રભુ મહાવીરે પણ કોઈને કોઈ ધર્મતીર્થનું આલંબન લઈ સાધના કરી તીર્થંકરનામકર્મનો બંધ કર્યો અને તેના પ્રભાવે ફરી પ્રભુ મહાવી૨ દ્વારા ધર્મતીર્થની સ્થાપના થઈ. એટલે આ વિશ્વમાં જે જે તીર્થંકરો થયા તે બધા તીર્થંકરોને તીર્થંકર બનાવનાર આ ધર્મતીર્થ જ છે. ૨ અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પત્તિની ખાણ કહો તો તે આ ધર્મતીર્થ જ છે. અપેક્ષાએ તીર્થંકરો કરતાં પણ ધર્મતીર્થ વધુ પૂજ્ય :
તીર્થંકરો પર પણ જેનો મહાન ઉપકાર છે અને તીર્થંકરો પણ જેને વંદન-ભક્તિ કરે છે એવા ધર્મતીર્થની ઉત્કૃષ્ટતાનો આ જગતમાં કોઈ નમૂનો નથી. આવા ઉત્તમમાં ઉત્તમ આ ધર્મતીર્થનો મહિમા વર્ણવવા પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા, સન્મતિતર્કપ્રકરણ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મતીર્થની સ્તુતિ
૧ नमस्तीर्थायेति गिरा, कृत्वा तीर्थनमस्क्रियाम् । तत्र सिंहासने पूर्वाभिमुखो न्यषदत् प्रभुः । । ३७४ ।।
★ अर्हतामप्यर्हत्ता शासनपूर्विका,
ધર્મતીર્થનો મહિમા
२ 'तीर्थं' श्रुतज्ञानं तत्पूर्विका 'अर्हत्ता' तीर्थकरता, न खलु भवान्तरेषु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते । (बृहत्कल्पसूत्र० भाष्यगाथा - १९९४ टीका)
(સન્મતિત પ્રજરા૦ વાંક-૨, શ્લો- ટીજા) (લલિતવિસ્તરા ટીવા)
‘તળુન્દ્રિયા ઞરહયા’ તિ વવનાત્,
Jain Education International
For Personal & Private Use Only
(ત્રિષષ્ટિ પર્વ-૨, સર્વ-રૂ)
www.jainelibrary.org