Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ બધું તે હમણાં-હમણું થઈ ગયું છે. એટલે ઇતિહાસ જાણ્યા વગર આ બધી બાબતોને જવાબ ધર્મ કયાંથી આપી શકશે? હમણાં જ કોસ્મોનટે અવકાશમાં જઈ આવ્યા છે અને તેણે પૃથ્વી તેમજ ખગોળની ઘણી વાતોને ફેરવી નાખી છે. આ નવી ભૂગોળના સંદર્ભમાં જૂની વાતો ક્યાં સુધી ટકશે તે આજના ધર્મ-પ્રચારકે વિચારવાનું છે! પૈસાદારોને મોજશેખ કરવાની છૂટ આપવા તેમજ શેષણ કરીને પસે મેળવવાની છૂટ આપવા માટે સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય બધાની ક૯૫ના એક માત્ર પંછવાદને પોષણ આપવા માટે છે. આ આક્ષેપાત્મક બાબતનું નિરાકરણ જ્યાં સુધી અર્થનીતિના ઊંડાણમાં ન ઉતરાય ત્યાં સુધી કેવી રીતે આપી શકાય? એટલે દરેક વસ્તુને તેના સ્થાને રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે તેનું સ્પષ્ટ દર્શન નહીં થાય ત્યાં સુધી વિશ્વ આત્માઓ સાથેની એકતા ખરા સ્વરૂપે નહીં આવી શકે! તે પ્રગટ કરવા માટે પણ આ. બધાં યે પાસાંઓનું દર્શન–જ્ઞાન જરૂરી છે. આજે જગત જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં તીવ્ર ગતિએ કૂચ કરી રહ્યું છે; પણ તેની પાસે દર્શન-વિશુદ્ધિ નથી. તે ભૌતિક પ્રવાહમાં તણાઈ રહ્યું છે; ધર્મગુરુઓ પાસે તે અંગે કંઈક માર્ગદર્શનની આશા રાખી શકાય, પણ તેમની દષ્ટિ સાંપ્રદાયિકતાના આવરણથી અસ્પષ્ટ બની છે. એને દૂર કરી ખરેખર જીવનનાં નવાં મૂલ્યો સમજાવતો યુગધર્મ તેમણે સમજાવવાનો છે. આ બધાં પાસાંઓ અંગે, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અંગે સંક્ષેપમાં પ્રવચને રૂપે પૂ. મુનિશ્રી નેમિચંદ્રજીએ અને પૂરક પ્રવચને રૂપે શ્રધેય શ્રી માટલિયાજીએ ઘણું કહ્યું છે. ધર્મમય સમાજરચના માટે કેવળ વિશ્વવાત્સલ્યના સાધક માટે જ નહીં; પણ દરેક ધર્મગુરુઓ માટે આ વસ્તુઓ એ સંદર્ભમાં સમજવી જરૂરી છે. તેના અભાવમાં આજના યુગ સંબંધી સ્પષ્ટ-દર્શન નહીં થાય એવું મારું વિનમ્ર માનવું છે. શરદ પૂનમ ગુલાબચંદ જૈન ૨૧-૧૦-૯૪ ) સંપાદક. મદ્રાસ, U Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 276