Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ એટલે જ જ્ઞાનીઓ કહી ગયા છે કે ધર્મને વહેતી ગંગા જેવો રાખે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પ્રમાણે ચલાવો અને એ જ પરમ સત્ય છે. એ જ જીવનની ગતિ છે; તેના વગર જીવન ગુંગળાઈ ભરશે. ભગવાન પારસનાથને સંપ્રદાય હોવા છતાં મહાવીર પ્રભુએ નવો જ જૈન ધર્મ–એટલે કે નવા સ્વરૂપે કહ્યો. પારસનાથ પ્રભુના શિષ્યને જ્યારે સમજાયું કે યુગાનુરૂપ આ ધર્મ અને પારસનાથ પ્રભુના ધર્મમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પરિવર્તન થયું છે ત્યારે તેમણે એને સ્વીકાર કર્યો. આવી ધાર્મિક અને ઐતિહાસિક સ્પષ્ટ ઘટના પછી પણ જે લોકો સાંપ્રદાયિકતામાં પડ્યા રહે છે તેમણે દુઃખી થવા જેવું છે અને અંતે તેમનું હિત સધાવાનું નથી. મુંબઈમાં મુંબાદેવીનું તળાવ હતું. તેનું પાણી ત્યાં જ પડયું રહેતું. નો પ્રવાહ આવે નહિ અને ગંદુ પાણી જાય નહિ. દિવસેદિવસે તે લીલુંછમ થતું જાય. તે છતાં શ્રદ્ધાળુ લોકો તેનું આચમન કરે. ધીમે-ધીમે લોકશ્રદ્ધા ઘટતી ગઈ અને લોકોને થવા લાગ્યું કે એ પાણી ગંદુ છે. એટલું જ નહિ લેકોએ તેને રોગનું ઘર ગયું અને પરિણામે તે તળાવ પૂરાઈ ગયું અને આજે ત્યાં બગીચે બની ગયા છે. તે, ધર્મ સ્પષ્ટદર્શન અને પરિવર્તન વગર ટકી શકતા નથી. તેમાં નિરંતર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે બાહ્ય શુદ્ધિ અને પુષ્ટિની પ્રક્રિયા ચાલુ રાખવી જ પડશે અને યુગબળને ઓળખીને તે પ્રમાણે તેને લોકો માટે કલ્યાણકારી બનાવવું જ પડશે. જ્યાં એમ નહીં થાય ત્યાં તેને વિનાશ રહેલો છે ! રશિયામાં રાજા અને જમીનદારોના અત્યાચારો હદબહાર વધી ગયા. ધર્મ ચુપ રહ્યો. પાદરીઓ સત્તાને માન દેવામાં શાણપણ માનવા લાગ્યા જેથી સત્તા તેમાં હસ્તક્ષેપ ન કરી શકે. તે કોનું શોષણ વધતું ગયું. ધમેં તેને રોકવું જોઈતું હતું. પણ ધર્મે યુગબળને ન ઓળખ્યું. પરિણામે જે ભયંકર લોહિયાળ ક્રાંતિ થઈ તેમાં દશ કરોડથી વધારે વસતિવાળો રશિયાને પ્રદેશ સામ્યવાદી થઈ ગયો અને બીજા ૬ કરોડની વસતિને પણ તેને ચેપ લાગ્યો. ધર્મ ન રહ્યો, દેવળે એમને એમ ઊભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 276