Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ વૈદિક, બૌદ્ધ તેમજ અન્ય ધર્મો, એક યા બીજી રીતે આ બધી બાબતે રજૂ કરે છે. તેની પાછળને આશ્રય સ્પષ્ટ દર્શન છે. આ બધાં પાંસાઓને સાંકળીને જ સ્પષ્ટ રીતે ધર્મને રજૂ કરી શકાય છે અને તે માન્ય બને છે. તેના આધારે નવો સમાજ રચાય છે; તે ટકે છે. એની વિરુદ્ધ જ્યાં આ બાબતને સદંતર અભાવ હોય છે ત્યાં સાંપ્રદાયિકતા પ્રવેશે છે. તેની સાથે અજ્ઞાન અને સંકુચિતતા પ્રવેશે છે. વિશ્વ વાત્સલ્યને આત્મભાવ પ્રગટ થતું નથી! ધર્મના નામે; સ્વાર્થ સધાય છે અને તેના ખપરમાં લાખ માણસે હોમાય છે. તે સંકુચિતતા છે; અને માં સંકુચિતતા છે ત્યાં અજ્ઞાન છે. આજે વિશ્વદર્શનની સ્પષ્ટતા જ્યાં સુધી ઉપરનાં તેનાં પાસાંઓને ન સમજી લેવાય ત્યાં સુધી પ્રગટ થતી નથી. જે લોકો એમ કહે છે કે ધર્મને, સાધનાને અને વિશ્વ વાત્સલ્યને આ ત સાથે કંઈ પણ સંબંધ નથી; તેઓ ભીંત ભૂલે છે. આત્માની ઉન્નતિ તે કરવાની છે જ પણ સાથે અન્ય આત્માઓને ખરે રસ્તે દોરવાના છે. આ અંગે અલગ-અલગ કાળે, અલગ અલગ પ્રકારે યુગ પુરષોએ માર્ગ ચીખ્યો છે. પણ સમય વહે છે; ગઈ કાલની વાતે ભૂતકાળમાં ચાલી જાય છે. આપણે તેને પકડીને બેસી શકતા નથી. જરૂર એમાંને વર્તમાન માટેને સારભાગ રહી શકાય અને ભવિષ્યની ઉન્નતિને રસ્તો દેખાડી શકાય ! જ્યાં આવું થાય છે ત્યાં સ્પષ્ટદર્શન જોવા મળે છે. જ્યાં એવું થતું નથી ત્યાં સાંપ્રદાયિકતા આવે છે અને તે જોવા માટેના બધાં દષ્ટિધારે બંધ કરીને ગઈ-ગુજરીને જ પકડીને, આજને ખ્યાલ કર્યા વગર લોકોને આગળ વધવાને બદલે, પાછળ ધકેલી દે છે. કયારેક તે તેમાં હદ થાય છે કે જમાના કરતાં લગભગ એક સદી લોકો પાછળ રહી જાય છે અને નવીન જગતને માનવાની તે ના પાડે છે. બર્માના જંગલમાંથી હમણાં કેટલાક બમ સેનિકો મળી આવ્યા. તેઓ છેલ્લા અઢાર વર્ષથી એમ જ માનતા હતા કે હજ જાપાન-બર્માનું યુત ચાલુ છે. સહુથી કરુણાજનક સ્થિતિ તે એ હતી કે તેમણે જીવન સાથી સુંદર કાળ જંગલમાં ભટકવામાં પસાર કર્યો હતે. સાંપ્રદાયિકતાનું કંઇક અંશે આવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 276