Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan Author(s): Nemichandra Muni Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 7
________________ રહી ગયાં અને પાદરીઓ એક પણ ન રહ્યા. અહીં ધર્મ જેના હાથમાં હતો તેવા ધર્મગુરુઓ પાસે સ્પષ્ટદર્શન ન હતું. યુગદષ્ટિ ન હતી. ચીનમાં પણ એમ જ થયું. પચાસ કરોડ ઉપરાંત જનતા પિસાતી રહી, રિબાતી રહી, અરે એવડી મોટી સ્વતંત્ર પ્રજાને જાપાન જેવો દેશ બીજા વિશ્વયુદ્ધ ટાણે કચડતો રહ્યો. ધર્મ ચૂપ રહ્યો. ભિક્ષુઓ ચુપ રહ્યા. તેમણે યુગબળને ન ઓળખ્યું. લોકોનું સેવણ ચાલુ જ રહ્યું, અને ૧૯૫૦માં દુનિયાએ જાણ્યું કે ચીનનું તંત્ર સામ્યવાદી થઈ ગયું છે. બુદ્ધ મંદિર કયાં ગયાં, તેની ખબર ન પડી. બૌદ્ધ ભિક્ષુઓનું શું થયું ? તેની ખબર ન પડી. પણ યુગબળને ન ઓળખવામાં જે મોટી ભૂલ ધર્મગુરુઓએ ત્યાં કરી તેનું શું પરિણામ ભોગવવું પડ્યું તેને જવાબ તે મળતું નથી પણ તિબેટમાં ધર્મગુરુઓ–લામાઓની જે સ્થિતિ થઈ તે તે સહુ જાણે છે. ધર્મતત્ત્વ જે પ્રજાને સુખ આપી શકતું ન હોય કે તેને દુઃખ દૂર કરવા માટે પ્રેરક ન બની શકતું હોય તે તે મોટે ભાગે આ સાંપ્રદાયિક સંકુચિતતા અને જુના ક્રિયાકાંડોને આભારી છે; પણ તે ઉપરાંત એક હકીકત એ પણ છે કે લોકે તેને માન નહીં આપે! અને જે ધર્મનિષ્ઠા લેક હૃદયમાંથી ઊડી ગઈ પછી બાકી શું રહેશે? એટલે જ સ્પષ્ટ-દર્શનના સુંદર ઉદાહરણ રૂપે ભગવાન બુદ્ધને આપણે ગરીબને ધર્મોપદેશ નહીં, પણ પોતાની ભિક્ષા આપવાને દાખલ વાંચીએ છીએ. એટલે જ ભગવાન મહાવીરને જાણીતા પ્રદેશમાં નહીં, પણ અજાણ્યા પ્રદેશોમાં લોકોના દુઃખ દર્દ અને અજ્ઞાન જાણવા માટે બાર-બાર વર્ષ સુધી સાધના કરતા સાંભળીએ છીએ. એટલે જ ગાંધીજીને નોઆખલી તરફ અત્યાચારથી પીડિત લોકોનાં આંસુ લૂછવા માટે ગામેગામ અને ધરેધર જતા જાણીએ છીએ. સ્પષ્ટ દર્થોન વગર ઇતિહાસની અનેક વાતોને જવાબ ધમ વાળી શકશે નહીં! લાખ ઈસાઈએ માર્યા ગયા. લાખો હિંદુઓ ખતમ થયા, લાખો મુસલમાને કતલ થવા, લાખ બૌહોને નાશ થશે અને લાખે યહુદીઓની કતલ વગર વાંકે કરી નાખવામાં આવી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276