________________
૩૪
દૈનિક - ભક્તિક્રમ
ત્રણ રત્નમય તું એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના એકત્વ એ. ૧૭
માતા પિતા સ્નેહીજનો ને કાય પણ તારી નહીં, નવ કોઈ કોનું કોઈ કાળે સ્વાર્થી છે સૌ જગમહીં; સૌ સાથથી છે અન્ય આત્મા સુજ્ઞાન દર્શન રૂપ તે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના અન્યત્વ એ. ૧૮
ભ્રમતો સદા આ પંચવિધ ભવ સાગરે કૃત કર્મથી, કવ મુક્તિને પામીશ હું? દુઃખમૂળ આ ભવ ચક્રથી; મુક્તિમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સંસાર તે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના સંસાર એ. ૧૯
ષટ્ દ્રવ્યનો સમવાય ને ત્રણ ભેદથી આ લોક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી ન૨ દેવ બે; સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂપ ક્રમ એ લોકનાં, ભવભીત ભિવ તો એમ ભાવે : લોકસ્વરૂપી ભાવના. ૨૦ વ્યાધિ ભર્યો દુઃખવારિધિ મલ મૂત્ર ને કૃમિવાસ છે, શુચિ વસ્તુ પણ વિણસાડતો નિત વિણસતો આ દેહ છે; વ્યતિરિકત તનથી કર્મ વિણ સુખસદ્મ તે શુચિ આત્મ છે, ભવભીત ભવિ તો એમ ભાવે ઃ ભાવના અશુચિત્વ એ. ૨૧ અવ્રત, યોગ, કષાય ને પ્રમાદ ને મિથ્યાત્વની, પરભાવની એ પરિણતિથી કર્મનો આસ્રવ કરી; ભવમાં ડૂબે પણ ના લહે નિરાસવી નિજ રૂપને,
ભવભીત ભિવ તું હેય જાણી: છાંડ આસવ ભાવને. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org