________________
દૈનિક - ભક્તિક્રમ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહિ સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુઃખ થાય છે. ૬૫ જો દૃષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી,
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે વિષયો કરે છે શું તહીં? ૬૬ સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે... ૬૭ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનૂપ, અનંત ને, વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને... ૬૮ આત્મસુખની સ્વસ્થતાનો સ્વાદ હજી નથી ચાખીઓ, ત્યાં સુધી ઈચ્છા ભોગની વિષયાદિ સુખે સુખીઓ; .... જો સ્વસ્થતાના સુખનો લવ એક મનમાં વાસીઓ, તો રાજ્ય પણ ત્રણ લોકનું ઇચ્છે નહિ જો ઋષિઓ. ૬૯
(કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org