________________
દૈનિક - ભક્તિક્રમ
૧૪૦
ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ઘાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!
—
શ્રીમદ્ રાજચંદ્ર
૫૦. શાંતિજિનસ્તવન (શ્રી ઉદયરત્નકૃત) (રાગ આશા-તાલ દીપચંદી)
સુણો શાંતિ જિણંદ સોભાગી, હું તો થયો છું તુજગુણાગી; તુમે નીરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત. .. સુણો. ૧
હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; Jain Edહું તો અન્નાને આરિયો, તું તો કેવલ કમલા વિરયો.
www.jamibrary.org