________________
૧૭ર
દૈનિક - ભક્તિક્રમ એવો હું છું ગરીબજન તો યે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે, શક્તિ જોકે નિજમહીં નથી તો ય શું મૃગલીએ, રક્ષા માટે શિશુ તણી નથી સિંહ સામે જતી એ? ... ૫ જો કે હું છું મતિહીન ખરે લાગું છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ! હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુર્હુ કરે ચૈત્રમાંહીં જ કેમ? માનું આવે પ્રતિદિન અહા ! આમનો મોર જેમ.. . . . . ૬ જન્મોનાં જે બહુ બહુ કર્યો પાપ તે દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિત્તવૃત્તિ ગૂંથાય; વીંટાયું જે તિમિર સઘળું રાત્રિએ વિશ્વમાંય, નાસે છે રે ! સૂરજ ઊગતાં સત્વરે તે સદાય....... ૭ એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહિં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિબિંદુ જ જે છે, એવી સ્તુતિ મનહર અહા ! સજ્જનોને ગમે છે. .... ૮ દૂર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગ જન તણાં નામ માત્ર તમારાં; જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તોયે ખીલે કમળદળ તે કિરણોથી વધારે.......... ૯ એમાં કાંઈ નથી નવીનતા નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુતણું પામતા નિત્યમેવ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org