________________
દૈનિક - ભક્તિક્રમ
R
૧૭૭
કીધા જેણે બહુ જ વિજ્યો રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભિ યશનભમહીં ઘોષણાથી જ ગાજે. . . . . . . ૩૨ મંદારાદિ સુરતરુતણા પુષ્પ સુપારિજાત,
વૃષ્ટિ તેની પ્રભુ ૫ર થતાં દિવ્ય ધારા થતી જે; એ ધારામાં શીતળ જળનો વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની રમ્ય માળા પડે છે. કાંતિ તારી અતિ સુખ ભરી તેજવાળી વિશેષે, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે: જો કે ભાસે વિસમૂહની ઉગ્રતાથી ય ઉગ્ર, તો યે લાગે શીતળ બહુ એ ચંદ્રની ઠંડીથી ય. . . . . ૩૪ પદ્મીદાતા કુશળ અતિશે મોક્ષ ને સ્વર્ગ બંને, સાચો ધર્મી ત્રિજગભરમાં શુદ્ધ તત્ત્વે પ્રવીણ; એવો તારો વિશદ્ ધ્વનિ ભાવાર્થ ગૂઢ ભરેલો, ભાષા ગુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. . . સોના જેવાં નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વે પ્રભુજી ! પગલાં આપ કેરા ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમળદળની સ્થાપનાને કરે છે. ..... ૩૬
દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતાં જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને;
૩૩
૩૫
જેવી કાંતિ તિમિર હતી સૂર્ય કેરી દીસે છે,
તેવી ક્યાંથી ગ્રહગણતણી કાંતિ વાસો વસે છે ? ... ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org