________________
દૈનિક - ભક્તિક્રમ
૨૮૫ ૯) નૈયા ઝુકાવી મેં તો
(રાગ - ઝીંઝોટી) નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, - ઝાંખો ઝાંખો દીવો મારો, જો જે એ બુઝાય ના ...(ધ્રુવ) સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું દુનિયામાં આજે; તનનો તંબુરો તારો બેસૂરો થાય ના...નૈયા.... ૧ પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે, ઘટ ઘટ ઘુંટાતા; જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના..નૈયા.. ૨ શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
- નિશદિન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજે; મનને મંદિરે જોજે અંધારું થાય ના..નૈયા...૩
(૧) રાત રહે જાહરે ,
(રાગ - પ્રભાત) રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી,
- સાધુ પુરુષને સૂઈ ન રહેવું; નિદ્રાને પરહરિ, સમરવા શ્રી હરિ,
એક તું, એક તું એમ કહેવું. ધુવ) જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવાં; વેદિયા હોય તેણે વેદ વિચારવા, Jain Education International Forવૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. ૧,