Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 372
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૪૯ પાપ કરતાં પાછું ન જોઉં, પુણ્ય થાકી જાઉં છું તારક જાણી તારા ગીતો, નિશદિન પ્રેમે ગાઉં છું; હારજીતની હોડ પડે ત્યાં, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૨ પલપલ કરવટ લેતી દુનિયા, હું પલટાતો જાઉં ; મોહમાયાને એક ઈશારે હું લપટાતો જાઉં છું; રાગ દ્વેષ આવે અંતરમાં, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૩ મહા ભાગ્યે તુજમાર્ગ મળ્યો પણ, હું અજ્ઞાની મુંઝાઉં છું; જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, પણ હિંમત હારી જાઉં છું; ખુલ્લી આંખે દીપક લઈને, કૂવે પડવા જાઉં છું. ત્યારે-૪ (૯૫) શ્રી કષભ નિ સ્તવન ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો; ગુણ નીલો જેણે તું જ નયણ દીઠો; દુઃખ ટળ્યાં સુખ મિલ્યા, સ્વામી તું નિરખતા, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. ઋષભ. ૧ કલ્પશાખી ફળ્યો કામઘટ મુજ મલ્યો આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહિરાણ મહાભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ઋષભ. ૨ કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી, કલ્પતરુ બાઉલે ? તુજ તજી અવર સુર કોણે સેવે ? ઋષભ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392