Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 371
________________ ૩૪૮ દૈનિક - ભક્તિક્રમ (૯૩) તમ કને શું માગવું તમ કને શું માગવું એ ન અમે જાણીએ; તમે જેનો ત્યાગ કર્યો, એ જ અમે માગીએ. ૧ રાજપાટ વૈભવમાં સુખ નહીં લાગ્યું; દુઃખરૂપ સમજીને તમે બધું ત્યાગ્યું, તમે દુ:ખ માન્યું, એમાં સુખ અમે માનીએ...તમે જેનો. ૨ કંચન ને કામિની તમે દીધાં ત્યાગી; મોહમાયા છોડીને થયા વીતરાગી, વીતરાગી પાસે અમે લાડી-વાડી માગીએ...તમે જેનો. ૩ દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની; અમે માંગનારાઓ કરીએ નાદાની, પારસની પાસે અમે પથાઓ માગીએ...તમે જેનો. હે પ્રભુજી અમને એવું જ્ઞાન આપજો; માગવાનું રહે નહીં એવું દાન આપજો, માગીએ તો એટલું કે મોક્ષને જ માગીએ...તમે જેનો. ૫ તમે જેનો ત્યાગ કર્યો તે હવે ન માગીએ. ( (૯૪) જીતવા નીકળ્યો છું પણ જીતવા નીકળ્યો છું, પણ ક્ષણમાં હારી જાઉં છું; ત્યારે તારા મુખડા ઉપર, વારી વારી જાઉં છું. કૃપા જો તારી મળે નહિ, એવા નથી થાવું ધનવાન; કરુણા તારી હોય નહિ, એવા નથી થાવું ગુણવાન; કદી અપમાન કરે કોઈ માહરું, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૧ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392