________________
૩૪૮
દૈનિક - ભક્તિક્રમ
(૯૩) તમ કને શું માગવું
તમ કને શું માગવું એ ન અમે જાણીએ; તમે જેનો ત્યાગ કર્યો, એ જ અમે માગીએ.
૧
રાજપાટ વૈભવમાં સુખ નહીં લાગ્યું;
દુઃખરૂપ સમજીને તમે બધું ત્યાગ્યું,
તમે દુ:ખ માન્યું, એમાં સુખ અમે માનીએ...તમે જેનો. ૨
કંચન ને કામિની તમે દીધાં ત્યાગી;
મોહમાયા છોડીને થયા વીતરાગી,
વીતરાગી પાસે અમે લાડી-વાડી માગીએ...તમે જેનો. ૩
દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની;
અમે માંગનારાઓ કરીએ નાદાની,
પારસની પાસે અમે પથાઓ માગીએ...તમે જેનો.
હે પ્રભુજી અમને એવું જ્ઞાન આપજો;
માગવાનું રહે નહીં એવું દાન આપજો,
માગીએ તો એટલું કે મોક્ષને જ માગીએ...તમે જેનો. ૫ તમે જેનો ત્યાગ કર્યો તે હવે ન માગીએ.
( (૯૪) જીતવા નીકળ્યો છું પણ
જીતવા નીકળ્યો છું, પણ ક્ષણમાં હારી જાઉં છું; ત્યારે તારા મુખડા ઉપર, વારી વારી જાઉં છું. કૃપા જો તારી મળે નહિ, એવા નથી થાવું ધનવાન; કરુણા તારી હોય નહિ, એવા નથી થાવું ગુણવાન;
કદી અપમાન કરે કોઈ માહરું, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૧
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org