________________
દૈનિક - ભક્તિક્રમ
૩૪૭
સ્મશાનમાં તારા માટે લાકડા મુકાશે, ઉપર સુવડાવી પછી આગ લગાડશે ભડ ભડ બળશે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં... બારમા દિવસે તારા લાડવા ખવાશે, બે પાંચવરસમાં તને ભૂલી જવાશે, વાતો વિસરાઈ જાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં... મહાવી૨ કહે સહુ ચેતીને ચાલજો, વીતરાગ વાણીને જીવનમાં ઉતા૨જો, પાણી પહેલાં બાંધી લેજો પાળ, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં.... (૯૨) ઉપકાર કર્યા મુજ પર ઉ૫કા૨ કર્યા મુજ ૫૨ એના ગુણને વિસારું છું,
કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. કેવો બદલો. ૧ પરમાતમ ઉપકારી મને મંઝિલ બતલાવી,
મારા દુર્ગુણ ન દેખ્યા, બસ કરુણા વરસાવી (૨)
એને કંઠે ધરવામાં હું હીણપત માનું છું, કેવો બદલો. ૨ સંતોએ સમજાવ્યા, ઈશ્વરના આદેશો. ઉદ્ધાર કરે એવા, આપ્યા ઉપદેશો (૨)
એના મોંઘા વચનોની, હું હાંસી ઉડાવું છું. કેવો બદલો. ૩
મને વિદ્યા દેનારા, ગુરુને મેં શું આપ્યું, દક્ષિણા દેવાનું મેં યાદ યાદ નથી રાખ્યું (૨)
કદી ભેટો થઈ જાતા, હું મોં સંતાડું છું. કેવો બદલો. ૪
માબાપ મને ખૂંચે જેણે જન્મ દીધો મુજને,
મારા પાલનપોષણમાં, ઘણો ભોગ દીધો એણે (૨)
એની વૃદ્ધાવસ્થામાં એને ઘર છોડાવું છું. કેવો બદલો. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org