________________
૩૪૬
દૈનિક - ભક્તિક્રમ બ્રહ્માનંદ સંતનકી સોબત, મિલત હૈ પ્રગટ મુરારિ. જગત માંહી સંત પરમ હિતકારી. (૪)
(૯૦) ઓથ અમારે હે ગુરુ ઓથ અમારે તે ગુરુ ! એક જ આપની, આ અવનીમાં અવર નથી આધાર જો,
સ્વાર્થરહિત શ્રેયસ્કર સ્વામી આપ છો,
સઘળો બીજો સ્વાર્થતણો સંસાર જો....ઓથ અમારે. મુજને ગુરુજી આપ મળ્યા છો ભોમિયા, હવે મને ભય શાનો છે તલભાર જો,
ચોર નહીં જ્યાં તેને માર્ગે દોરજો,
કરતા આવ્યા છો અગણિત ઉપકાર જો ઓથ અમારે. મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વ્હાર કરી આ વાર સુણી ગુરુદેવ જો,
આશ્રિત જનને પાળો છો પ્રભુ પ્રેમથી, ધન્ય ધન્ય હે પરમકૃપાળુ દેવ જો.. ઓથ અમારે.
(૯૧) મનમાં શું મલકાયો મનમાં શું મલકાય ! રોજ તારી આવરદા ઓછી થાય. કાળા કરમ તારે ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે પાછળથી પસ્તાય, રોજ તારી આવરદા ઓછી થાય.... અંતિમ વેળાયે તારો શ્વાસ રૂંધાશે, જીવડો આમ તેમ બહુ રે મુંઝાશે; વીંછીની વેદના થાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org