Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 374
________________ ૩પ૧ : દૈનિક - ભક્તિક્રમ 0 (૯૬) ચાર દિવસના ચાંદરાણા પર ચાર દિવસનાં ચાંદરણા પર, જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે, એની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ સાથે ના આવે, તું ખૂબ મથ્યો જેને મેળવવા, આ યૌવન સાથે ના આવે... અહીંનું છે તે અહીં રહેવાનું, તેની માયા શા માટે ચાર-૧ તે બાંધેલી હેલાતોને, એ દોલતનું ત્યારે શું થાશે? જાવું પડશે અણધાર્યું, પરિવારનું ત્યારે શું થાશે ? સૌનું ભાવિ સૌની સાથે, તેની ચિંતા શા માટે ? ચાર-૨ સુંવાળી દોરીના બંધન આજે, સહુ પ્રેમ થકી બાંધે. તૂટે તંતુ આયુષનું એમાં કોઈ ત્યારે ના સાંધે ભીડ પડે ત્યારે તડતડ તૂટે એવા બંધન શા માટે... ચાર-૩ | (@) અવગુણ કોઈના જોશો નહી અવગુણ કોઈના જોશો નહી, અંતર મેલું કરશો નહી અંતર મેલ કરશો તો, વીર પ્રભુને ગમશો નહી..અવગુણ ૧ હો..મધમાખી જેવા થઈને, સંગ સુમનનો તજશો નહી - અવિનય કુંજમાં વસશો નહી મેલી માખી જેવા થઈને, મેલ ઉપર બણબણશો નહી અવળે રસ્તે જાશો નહી...અવગુણ ૨ હો.પરના દોષો જોવા જાતા, નીજના દોષો જડશે નહી ઘરની ગંદકી ઘટશે નહી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392