________________
૩૬૮
દૈનિક - ભક્તિક્રમ
સાહિત્ય પ્રકાશન
ગ્રંથ પ્રકાશન
સંસ્થા તેના ઉદ્ગમકાળથી જ શિષ્ટ સમાજને અનુકૂળ એવા સાત્વિક, સંસ્કારી, પ્રેરક અને આધ્યાત્મિક છતાં રસપ્રદ અને આકર્ષક સાહિત્યનું પ્રકાશન-સંશોધન તેમજ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્યઉપાસકોની વાણીને અનુરૂપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓમાં સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં આવા ૪૫ જેટલા નાના-મોટા પ્રકાશનો આ સંસ્થા દ્વારા બહાર પડેલ છે. દિવાળી પુસ્તિકાઓની પરંપરા
આગામી પેઢીમાં પણ સુસંસ્કારોનું સિંચન થતું રહે તે હેતુથી, નૂતન વર્ષાભિનંદન નિમિત્તે, આ સંસ્થા તદ્દન નજીવી કિંમતવાળી જીવન પ્રેરક લઘુ પુસ્તિકા દર વર્ષે પ્રકાશિત કરે છે, જેને દેશવિદેશમાં વસતા વિશાળ વાંચકવર્ગ દ્વારા ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો છે. આ પુસ્તિકા દિવાળીને બદલે ક્રિસમસ (Chirstmas) પ્રસંગે, માતા-પિતાને સ્મરણાંજલિ રૂપે, જન્મ જ્યંતિ અને એવા બીજા પ્રસંગોમાં પ્રભાવનાર્થે ઉપયોગી થાય તેવી હોવાથી ખૂબ જ લોકપ્રિય બની છે.
આ પુસ્તિકા અંગ્રેજી તથા હિન્દી ભાષાઓમાં પણ બહાર પાડી શકાય તે બાબતે સંસ્થા પ્રયત્નશીલ છે. વિશેષમાં, સંસ્થાનું અન્ય વધુ ઉપયોગી સાહિત્ય નાની પોકેટ-પુસ્તિકાઓ રૂપે બહાર પાડી સમસ્ત ભારતીય અને અન્ય સમાજને પણ રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈને સંસ્કાપ્રેરક અને આધ્યાત્મિક પ્રેરણા આપી શકે તેવું આયોજન સંસ્થા કરી રહી છે. દિવ્યધ્વનિ : એક ઉત્તમ આધ્યાત્મિક મુખપત્ર
છેલ્લા ૨૬ વર્ષથી દર મહિને નિયમિતપણે પ્રકાશિત થતા અને આશરે ૫૨૦ સભ્યસંખ્યા ધરાવતાં તેમજ આત્મધર્મને ઉપદેશતા સંસ્થાના આ આધ્યાત્મિક મુખપત્રમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીની ઉદાર અને સમન્વયકારી વિચારધારાને તેમજ અનેક આચાર્યો અને સંતોના બોધવચનોની સાથે સાથે અન્ય વિદ્વાનોના લેખોને પ્રગટ કરવામાં આવે છે. સમાજના અનેક વર્ગોને સત્વશીલ અને સંસ્કારપ્રેરક પાથેય ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આ આધ્યાત્મિક મુખપત્રમાં રસપ્રદ, સમાજોપયોગી, તાત્ત્વિક અને સર્વાંગસુંદર સામગ્રી પીરસવામાં આવે છે. સમાજ-સંસ્થાદર્શન' નામથી પ્રગટ થતો વિભાગ ગુજરાત, ભારત અને વિશ્વના અગત્યના સાંસ્કારિકઆધ્યાત્મિક સમાચારોથી વાચકવર્ગને માહિતગાર કરે છે. વિવિધ પર્વો અને પ્રસંગોને અનુલક્ષીને અવારનવાર કલાત્મક, માહિતીસભર અને રસપ્રદ વિશેષાંકો બહાર પાડવામાં આવે છે.
કોઈપણ પ્રકારની જાહેરાતના સહયોગ વગર પ્રકાશિત થતું આ આધ્યાત્મિક મુખપત્ર સમાજમાં વિદ્યા અને સુસંસ્કારના પ્રસાર અર્થે જ જ્ઞાનદાનના સહયોગથી પ્રકાશિત કરવામાં આવે છે. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org