Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 340
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૭ (૪૮) વીર હોક વારસ અહો ! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દિ કષ્ટો સદા કંપાવજો; રે! સિંહનાં સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ટેકના ધરનાર છે.......... ૧ કાયા તણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે શું સિંહ તરણાં ખાય જો ? સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર હાક સુણે તો ચઢે ઝટ તે રણે. .... ૨ બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે ! નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મોક્ષમાર્ગી સપુરુષના ચરણમાં હો વંદના !..... ૩ સંગ્રામ આ શૂરવીરને આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ-મરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં... ૪ કેવળ અસંગ દશા વરો પ્રતિબંધ સર્વે ટાળજો. સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો; દુશમન પ્રમાદ હણી હવે જાગ્રત રહો, જાગ્રત રહો સદ્દગુરુ-શરણે હૃદય રાખી, અભય આનંદિત હો ! ... ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392