________________
દૈનિક - ભક્તિક્રમ
૩૧૭
(૪૮) વીર હોક વારસ અહો ! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દિ કષ્ટો સદા કંપાવજો; રે! સિંહનાં સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ટેકના ધરનાર છે.......... ૧ કાયા તણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે શું સિંહ તરણાં ખાય જો ? સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર હાક સુણે તો ચઢે ઝટ તે રણે. .... ૨ બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે ! નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મોક્ષમાર્ગી સપુરુષના ચરણમાં હો વંદના !..... ૩ સંગ્રામ આ શૂરવીરને આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ-મરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં... ૪ કેવળ અસંગ દશા વરો પ્રતિબંધ સર્વે ટાળજો. સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો; દુશમન પ્રમાદ હણી હવે જાગ્રત રહો, જાગ્રત રહો સદ્દગુરુ-શરણે હૃદય રાખી, અભય આનંદિત હો ! ... ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org