SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ દૈનિક - ભક્તિક્રમ (૪૯) નવકારમંત્રનો મહિમા સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; એના મહિમાનો નહિ પા૨, એનો અર્થ અનંત અપાર. સુખમાં સમરો, દુઃખમાં સમો, સમો દિવસ ને રાત; જીવતાં, સમો મરતાં સમરો, સમો સૌ સંગાથ. જોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિઃશંક અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડિસદ્ધિ દાતાર.. ... ૧ નવ પદ એનાં નનિધિ આપે, ભવોભવનાં દુ:ખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે, ૫૨માતમ પદ આપે. . . . . ૫ (૫૦) જેના ઘરમાં ભક્તિગાન જેના ઘરમાં ભક્તિગાન, એ ઘર આવે છે ભગવાન; જ્યાં છે સંત તણાં સન્માન, એ ઘર આવે છે ભગવાન. ૧ ઘરનાં સૌએ સંપી રહેતાં, એકબીજાને દોષ ન દેતાં; નાનાંમોટાં સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. . ૨ એકબીજાનું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચરવી; રાખી સ્વધર્મ કેરું ભાન, એ ઘર આવે છે ભગવાન. . ૩ માપિતાના એ સંસ્કારો, ઊતરે બાળકમાં આચારો; વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘર આવે છે ભગવાન. . . . ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy