________________
દૈનિક - ભક્તિક્રમ
૩૧૯ એની સુવાસ વિષે વ્યાપે, દેવો આવી થાણું થાપે; ગોવિંદ એ ઘર સ્વર્ગસમાન, એ ઘર આવે છે ભગવાન. ૫
(૫૧) આંખ મારી ઊઘડે ત્યાં આંખ મારી ઊઘડે ત્યાં રાજપ્રભુ દેખું, (૨) ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ............. (ધુ ) રાજપ્રભુ રાજપ્રભુ રસના ઉચ્ચારે, (૨) ભક્તિનો આનંદ મારે અંતર આવે.............. આંખ. રાજના ભક્તો મારા સગા ને સંબંધી, (૨) છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી........... આંખ. રાજના વિચારો મારું અઢળક નાણું, (૨) ગાવું મારે નિશદિન એમનું જ ગાણું........... આંખ. “વચનામૃત-આત્મસિદ્ધિ' મારી અંતર આંખો, (૨) રાજપ્રભુએ આપી મને ઊડવાને પાંખો. ........ આંખ. રાજ ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી, (૨) સંતો દેજો અમને આશિષ એવી. ........... આંખ. જેણે રે શ્રી રાજ ચરણ રસ ચાખ્યો, (૨) એણે તો સંસારિયાને મિથ્યા કરી નાખ્યો.......... આંખ. એ રસ સૌભાગ્યભાઈ ને અંબાલાલે ચાખ્યો, (૨) એ રસને પ્રભુશ્રીજીએ હૃદયમાં રાખ્યો. ......... આંખ. એ રસને જાણે છે કોઈ વિરલા જોગી, (૨) કંઈક જાણે છે સાચા મુમુક્ષુઓ ભોગી. ..... આંખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org