SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ દૈનિક - ભક્તિક્રમ (૫૨) આવ્યું આવ્યું અનુપમ નાવ છે આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને; તૈયાર ભવિક જન થાવ, શિવસુખ વરવાને....... (ધ્રુવ) મુક્તિપુરીના સર્વ પ્રવાસી, આનંદ ઉર ઊભરાય રે; ભવ દરિયો બહુ દુઃખથી ભરિયો, તારક સદ્ગુરુ રાય. શિવ. ૧ દેવદિવાળી દિન જ્યકારી, ભવિજન આનંદકારી રે; પૂર્ણચંદ્ર સમ રાજચંદ્ર પ્રભુ, પ્રગટ્યા કવિ સુખકારી. શિવ. ૨ સત્ય સનાતન માર્ગ મોક્ષનો, કરવા જગ ઉદ્ધાર રે; તત્ત્વજ્ઞાની જનમ્યા કળિકાળે, શાસનના શણગાર. શિવ. ૩ શ્રુતસાગરના મર્મ પ્રકાશ્યા, ગચ્છમત તિમિર વિદારી રે; વાણી શાંત સુધારસ ઝરતી, સૌ જનને હિતકારી. શિવ. ૪ આત્મશક્તિ ઉજ્વળ તુજ ભાળી, મંદમતિ મદ જાય રે; આત્મશ્રેય સાધક સુવિચક્ષણ, સેવે શરણ સદાય. શિવ. ૫ અંતરદૃષ્ટિથી રાજ નિહાળો, બાહ્યદૃષ્ટિ દુઃખદાય રે; સ્વરૂપાચરણ, રમણ નિજપદમાં, જગ જયવંત ગણાય. શિવ. ૬ યુગપ્રધાન સમતારસ સાગર, સહજ સ્વરૂપસ્થિતિ ધારી રે; જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યા બહુ નર નારી. શિવ. ૭ ચતુર્થકાળમાં પણ દુર્લભ છે, તેવો જોગ જણાય રે; ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ. ૮ મુદ્રા શાંત સદા અવિકારી, સ્મરણ સહજ સુખધામ રે; વાણી મૃત સંજીવન કરતી, ભવિજન મન વિશ્રામ. શિવ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy