________________
દૈનિક - ભક્તિક્રમ
પરમ કૃપાળુ દશા તમારી, પામરથી શું કળાય રે ! આત્માકાર અવસ્થા સ્વામી, મહાભાગ્યે પરખાય.શિવ. ૧૦ સમીપ મુક્તિગામી જે પામ્યા, તુજ પદમાં વિશ્રામ રે; શ્રદ્ધા ભક્તિ સહિત તુજ આશ્રય, નિશ્ચય ગુણ આરામ. શિવ. ૧૧ તુજ આજ્ઞા આરાધન કરતાં, લહીશું નિજ પદ રાજ રે; રાજવચન જીવન મુક્તિપ્રદ, શુદ્ધિ સિદ્ધિ સુખસાજ. શિવ. ૧૨
(૫૩) અહો જ્ઞાનાવતાર ગુરુરાજ
૩૨૧
અહો જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ,
સહુ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ...૧
હાં રે આ જડ સ્વરૂપ સંસારમાં હો લાલ,
કેમ અટકી રહ્યા છો આપ રે, આત્મસ્વરૂપ આરાધવા.૨ હાં રે આ કાળે કાંટાળા માર્ગને હો લાલ,
કર્યું સ્વચ્છ કૃપાળુ રાજ રે, આત્મસ્વરૂપ આરાધવા .. ૩ હાં રે ચાલી ચિહ્નો કર્યાં સંકેતનાં હો લાલ,
મહાભાગ્યે મળ્યો આ દાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ..૪
હાં રે છો બીજા ઉન્માર્ગે ચાલતા હો લાલ,
અને માને સન્માર્ગ સ્વભાવ રે, આત્મસ્વરૂપ આરાધવા...પ હાં રે તેથી ડગીએ નહિ રાજમાર્ગથી હો લાલ,
ચાલો ચાલો મહાનુભાવ રે, આત્મસ્વરૂપ આરાધવા .. ૬ હાં રે છે મોક્ષ ને મોક્ષનો ઉપાય રે હો લાલ,
આ કાળે એ શ્રદ્ધા જમાવ રે, આત્મસ્વરૂપ આરાધવા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org