SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ દૈનિક - ભક્તિક્રમ હાં રે એકનિષ્ઠાથી એ પથ ચાલતાં ચાલતા હો લાલ, શ્રદ્ધે સહજાનંદ સ્વભાવ છે, આત્મસ્વરૂપ આરાધવા . ...૮ અહો જ્ઞાનાવતા૨ ગુરુરાજના હો લાલ, સહુ કેડ કસી સજ્જ થાવ હૈ, આત્મસ્વરૂપ આરાધવા ...૯ ૐ (૫૪) પ્રભુ જીવનમાં એક ‘તાલ’ (૨)...મારા જીવન૦ પ્રભુ ! જીવનમાં એક ‘તાલ' તું હિ તું હો ! પ્રભુ ! મંદિરમાં એક ‘તાન’ તું હિ તું હો !! નાથ ! અંત૨માં એક ‘તાર’ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. પ્રભુ ! આનંદનું એક ધામ તું હિ તું હો ! પ્રભુ ! મંગળનું એક ધામ તું હિ તું હો !! નાથ ! ઇષ્ટનું સંકેત ધામ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. (૨)...મારા આનંદ૦ પ્રભુ ! દેહને દીપાવનાર તું હિ તું હો ! પ્રભુ ! પ્રાણને પ્રકાશનાર તું હિ તું હો !! નાથ ! મનને મળી જના૨ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. (૨)...મારા દેહને૦ (૫૫) મહાવીરાષ્ટ્રક (શિખરણી છંદ) સમગ્રે સંસારે ચ૨-અચર-ભાવો પ્રગટતાં, જુએ છે જે તત્ત્વે સહજ વ્યય-ઉત્પાદ-ધ્રુવતા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy