________________
*. ૧
દૈનિક - ભક્તિક્રમ
૩૨૩ પર સાક્ષી જેઓ ગતજનના છે રવિ સમા, મહાવીર સ્વામી નયનપથગામી જિનવરા. .... ખરે જેના ચક્ષુ વિષય-વિષાલી રહિત જ્યાં, ક્ષમા દૃષ્ટિમાં છે પરમ ગુણ વાત્સલ્યભર ત્યાં; સદા અંગો જેનાં પ્રશમ રસભાવે તરી રહ્યાં, મહાવીર સ્વામી પરમ પથનેતા પ્રભુવરા. ....... ૨ નમે જ્યારે ઇંદ્રો, મણિમુગટધારી ચરણમાં, મણિરત્નો દીપે પુનિત પદ તેને પ્રભુતણાં; ભવજ્વાળા-તાપો સ્મરણ-જળથી જ્યાં ઠરી જતાં, મહાવીર સ્વામી શિવપદ વિધાતા જગતના........ ૩ પ્રભુ પૂજા-ભાવે મુદિત મને મંડૂક બનતાં, મળી રિદ્ધિ-સિદ્ધિ સુરપદતણી માત્ર ક્ષણમાં; પ્રભુભક્તિ આપે શિવ-સુખ સદા ભક્તજનને, મહાવીર સ્વામી સહજ સુખ દેતા જગતને......... ૪ પ્રભાવાળી પ્રજ્ઞા અતિશયપણે જ્યાં પ્રગટતી, સદા શાંતિ આપે પ્રણત-જન કલ્પદ્રુમ સમી; ભવાંકુરો ભાંગી અચળ સુખમાં જે સ્થિત થયા, મહાવીર સ્વામી અમરપદ-દાતા ભવિતણા. ........ ૫ વહે વાણી-ગંગા વિવિધ નયથી પૂર્ણ વિમળા, પ્રમાણે પ્રખ્યાતા સકળ જનને પાવનકરા; ખરી શાંતિ પામ્યા વિબુદ્ધ જન જેના ૨પણથી, મહાવીર સ્વામી નિકટ પથનેતા સ્મરણથી. . . . . . . . . ૬ ain , પ્રસન્નચિત્ત, દેડકો (નંદમણિ શ્રાવકનો જીવ), ૩, કલ્પવૃક્ષ www.jainelibrary.org