________________
કકકકકકક કક
દૈનિક - ભક્તિમ
૨૮૭ C (૧૨) એક જ અરમાન એક જ અરમાન છે મને, કે મારું જીવન સુગંધી બને. ...(ધ્રુવ) ફૂલડું બન્યું કે ભલે ધૂપસળી થાઉં,
આશા છે સામગ્રી પૂજાની થાઉં; ભલે આ કાયા આ રાખ થઈ શમે..મારું જીવન..... ૧ તડકા-છાયા કે વા વર્ષોના વાયા,
તોયે કુસુમો કદી ના કરમાયા; કે ઘાવ ખાતાં ખાતાં એ ખમે મારું જીવન. ....... ૨ ગની ખારાશ બધી ઉરમાં સમાવે,
તોયે સાગર મીઠી વર્ષા વરસાવે; કે સદા ભરતી ને ઓટમાં રમે..મારું જીવન........ ૩ વાતાવરણમાં સુગંધ ના સપાતી,
જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી; કે પ્રભુ કાર્યો ઘસાવું ગમે....મારું જીવન.............. ૪
(૧૩) નારાયણનું નામ જ લેતાં
(રાગ - ખમાજી નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીએ રે; મનસા, વાચા, કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીએ રે. ધ્રુવ કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની, સુત, દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. ...૧ પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, નવ તજિયું હરિ નામ રે; ભરત, શત્રુદ્ધ તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. ...૨
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org