SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ R ૧૭૭ કીધા જેણે બહુ જ વિજ્યો રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભિ યશનભમહીં ઘોષણાથી જ ગાજે. . . . . . . ૩૨ મંદારાદિ સુરતરુતણા પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ ૫ર થતાં દિવ્ય ધારા થતી જે; એ ધારામાં શીતળ જળનો વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની રમ્ય માળા પડે છે. કાંતિ તારી અતિ સુખ ભરી તેજવાળી વિશેષે, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે: જો કે ભાસે વિસમૂહની ઉગ્રતાથી ય ઉગ્ર, તો યે લાગે શીતળ બહુ એ ચંદ્રની ઠંડીથી ય. . . . . ૩૪ પદ્મીદાતા કુશળ અતિશે મોક્ષ ને સ્વર્ગ બંને, સાચો ધર્મી ત્રિજગભરમાં શુદ્ધ તત્ત્વે પ્રવીણ; એવો તારો વિશદ્ ધ્વનિ ભાવાર્થ ગૂઢ ભરેલો, ભાષા ગુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. . . સોના જેવાં નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વે પ્રભુજી ! પગલાં આપ કેરા ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમળદળની સ્થાપનાને કરે છે. ..... ૩૬ દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતાં જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; ૩૩ ૩૫ જેવી કાંતિ તિમિર હતી સૂર્ય કેરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રહગણતણી કાંતિ વાસો વસે છે ? ... ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy