________________
૧૭૮
દૈનિક - ભક્તિક્રમ
જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડો ગજપતિ કદી આવતો હોય સામે, તોયે કાંઈ ભય નવ રહે હે પ્રભુ ! આપ નામે. . . . . ૩૮ જે હાથીનાં શિરમહીં રહ્યાં રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યાં ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, ના'વે પાસે શરણ પ્રભુજી ! આપનું જે ગ્રહે છે.. . . . ૩૯ કલ્પો કેરા સમય પરના વાયરાથી અતિશે, ઊડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપ કદીએ આવતો હોય પોતે, તારા નામ-સ્મરણ-જળથી થાય છે શાંત તો તે..... ૪૦
કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી ઊછળે ફેણ જેની;
એવો મોટો ણિધર કદી આવતો હોય સામે, નિશ્ચે થંભે તુરત અહીં તે હે પ્રભુ ! આપ નામે . . . ૪૧ અશ્વો કૂદે ગજગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જીતમિષે; ભેદાયે તે તુરત પ્રભુજી ! આપના કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણોથી. . . ભોંકાત જ્યાં કિરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં હાલ અહીં તહીં અહા ! સૈનિકો તો રહે છે;
Jain Education International
For Private & Personal Use Only
૪૨
www.jainelibrary.org