________________
૪૩
દૈનિક - ભક્તિમ
૧૭૯ એ સંગ્રામે નવ રહી કદી જીત કેરી નિશાની, લીધું જેણે શરણ તુજ તો હાર હોય જ શાની ? ... ૪૩
જ્યાં-ત્યાં કૂદાકૂદ કરી રહ્યા નક્ર ચક્રો ફરે છે, જેમાં મોજાં અહીં-તહીં બહુ જોરથી ઊછળે છે; એવા અબ્ધિમહીં કદી અહા ! યાત્રિકો જો ફસાય, સંભારે જો પ્રભુજી ! તમને ભીતિ તો દૂર થાય. ... ૪૪ અંગો જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; એવા પ્રાણી શરણ પ્રભુજી ! આપનું જો ધરે છે, તેઓ નિશ્ચે જગતભરમાં દેવરૂપે ફરે છે....... ૪૫ જે કેદીના પગમહીં અરે! બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઈને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી ! આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી, છૂટથી તે ફરે છે. ....... ૪૬ ગાંડા હાથી, સિંહ, દવ અને સર્પ યુદ્ધ થયેલી, અબ્ધિ કેરી ઉદર-દરદ બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ તારું સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે....... ૪૭ જેણે ગૂંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમૂજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી ! તેને જેઓ નિશદિન અહા! કિંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતંગી વરે છે. .... ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org