________________
૧૮૬
દૈનિક - ભક્તિક્રમ આવા સમુદ્ર સમાન વિશાળ અને વિશદ પદ્યમય સત્સાહિત્યમાંથી પારાયણને યોગ્ય માત્ર થોડા જ સુંદર ભાવવાહી અને ઉપયોગી છતાં સરળ અને અસરકારક પદોનું સંકલન કરીને તેને “શ્રીગુરુ માહાસ્ય' એ નામથી અત્રે પ્રગટ કરીએ છીએ.
જે મહાન આચાર્યો, યોગીશ્વરો, સંતો અને મહાત્માઓએ ગુરુભક્તિનાં આ પદોની રચના કરી છે અને જેમની કૃતિઓનું અહીં સંકલન કર્યું છે તે સૌને પરોક્ષ પ્રણામ કરી તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
ૐ શાંતિઃ
સર્વમાન્ય ગુરુભક્તિ ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ.......... ૧ અખંડમંડલકારે વ્યાપ્ત યેન ચરાચરમ્, તત્પદ દર્શિતં યેન તમે શ્રી ગુરવે નમઃ .......... ૨ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા ચક્ષુ ઉન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ......... ૩ ધ્યાનમૂલ ગુરોમૂર્તિ પૂજામૂલં ગુરોપદમ્ મંત્રમૂલે ગુરોર્વાક્ય મોક્ષમૂલ ગુરોઃ કૃપા............ ૪ પમાડવા અવિનાશી પદ સદ્દગુરુ વિણ કોઈ સમર્થ નથી, ભવનો લવ જો અંત ચહો તો એવો સદ્દગુરુ તનમનથી. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org