________________
દૈનિક - ભક્તિક્રમ લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. .... ૧૦ જોવા જેવા ગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધું હોયે ઊજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં ઉદધિજળને કો પીએ કેમ માનું? .... ૧૧ જે જે ઊંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા ! આપમાંહી જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે..... ૧૨ જેણે જીતી ત્રિભુવનતણી ઉપમા સર્વ રીતે, દેવોના જે ગગણતણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશિ પણ પ્રભુ! આપના મુખ પાસે, મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ દીસે.... ૧૩ વ્યાપ્યા ગુણો ત્રિભુવન મહીં હે પ્રભુ! શુભ્ર એવા, શોભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીં-તહીં જતાં કોણ રોકી શકે છે.. ૧૪ ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારો, તોયે થતા કદી નહિ અહા! આપને રે વિકારો; ડોલે જો કે સકળ મહીધરો કલ્પના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા ! મેરુ એ વાયરાથી. .... ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org