________________
દૈનિક ભક્તિક્રમ
··
૧૪૯
સુબોધ, ને પરિણામશુદ્ધિ સંયમને વરસાવતી,
તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી મોક્ષ લક્ષ્મી અર્પતી. ૧૧
સ્મરણ કરે યોગીજનો જેનું ઘણા સન્માનથી,
વળી ઇન્દ્ર નર ને દેવ પણ સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં ગાય ગીતો હર્ષમાં,
તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૨
જેનું સ્વરૂપ સમજાય છે સાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી; ૫રમાત્મની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૩ જે કઠિન કો કાપતા ક્ષણવારમાં સંસારનાં,
નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં; યોગીજનોને ભાસતા જે સમજતા સૌ વાતમાં,
તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૪ જન્મ મરણનાં દુઃખને નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે રહેતું નહિ પણ ચંદ્રમાં,
તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૫
આ વિશ્વનાં સૌ પ્રાણી ૫૨ શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા જ્ઞાનમય છે રૂપમાં;
તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હ્રદયમાં.... ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org